
ભારત ઉપર વર્ષો સુધી રાજ કરનારી ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની હાલ માલિકી એક ભારતીયની
નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે આઝાદીની ઉજવણી કરી રહ્યું છે પરંતુ વર્ષો પહેલા વેપાર કરવા માટે ભારતમાં આવ્યાં બાદ દેશની જનતાને ગુલામ બનાવીને 200 વર્ષ સુધી રાજ કરનારી બ્રિટનની કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક આજે બીજુ કોઈ નહીં પરંતુ એક ભારતીય છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ દરેક ભારતીય જાણે છે. જેણે ધો-8થી ધો-10નો ઈતિહાસ ભણ્યો છે તે આ કંપનીના કારમાના વિશે ચોક્કસ જાણે છે. જે સ્કૂલ નથી ગયા તે પણ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામથી અજાણ નથી. 17મી સદીની શરૂઆતમાં ભારતની જમીન ઉપર પ્રથમ પગ રાખનારી આ કંપનીએ અનેક વર્ષો સુધી ભારત ઉપર રાજ કર્યું, 1857 સુધી ભારત પર આ કંપનીનો કબજો હતો જેને કંપની રાજના નામથી ઇતિહાસમાં ઉલ્લેખ થયો છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતની પ્રથમ કંપની હતી આ કંપની ભારતીઓની નહીં પરંતુ અંગ્રેજોની હતી. આ કંપનીએ ભારતીયોને ગુલામ બનાવ્યાં હતા. એક સમયે આ કંપની ખેતીથી લઈને ખનન અને રેલવે સુધી તમામ કામગીરી કરતી હતી. હવે આ કંપનીના માલિક ભારતીય ઉદ્યોગપતિ સંજીવ મહેતા છે. મહેતાએ આ કંપનીને ખરીદ્યા બાદ તેને ઈ-કોમર્સ પ્લેટપોર્મ બનાવી દીધું, હાલ કંપની ચા, કોફી, ચોલકેટ વગેરે વસ્તુઓ ઓનલાઈન વેચે છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના 1600માં 31મી ડિસેમ્બરે થઈ હતી. આ કંપનીને બનાવવાનો ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને ફેલાવવાનો હતો. તે સમયને લઈને એક કહેવત ખુબ પ્રચલિત છે કે, બ્રિટિશ રાજમાં સુરજ કોઈ દિવસ અસ્ત થતો નથી. કંપની વેપાર કરવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ તેને કેટલાક વિશેષ અધિકાર પ્રાપ્ત હતા. જેમ કે યુદ્ધ કરવાનો અધિકાર, બ્રિટીશ રાજે આ અધિકાર વેપારિક હિતોના રક્ષા માટે આ અધિકાર આપ્યાં હતા. જેથી કંપની પાસે પોતાની એક તાકાતવાર સેના હતી.
1600ના દશકમાં સામ્રાજ્યવાદ અને વ્યાપારની હોડમાં સ્પેન અને પુર્તુગલનું નામ આગળ હતું. બ્રિટન અને ફ્રાંસ તેના બાદમાં મેદાનમાં આવ્યાં હતા પરંતુ ઝડપથી દબદબો બનાવ્યો હતો. નાવિક વાસ્કોડિગામા ભારત આવ્યા બાદ યુરોપમાં ઘણો ફેરફાર થયો હતો. તેઓ અહીં જહાજો ભરીને મસાલા લઈ ગયા હતા. આ મસાલાની મદદથી વાસ્કોડિગામાએ અઢળક સંપત્તિ ભેગી કરી હતી. જે બાદ ભારતની સંપન્નતાની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી હતી. જેથી ભારતમાં પોતાનો દબદબો બનાવવા માટે બ્રિટન વતી આ કામ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કર્યું હતું. પુર્તુલાગના એક જહાજની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લૂંટ કરી હતી. આ જહાજમાં 900 ટન ભારતીય મસાલા હતા. જેથી કંપનીને 300 ટકા જેટલો નફો થયો હતો.
ભારતમાં સર તોમસ રો એ મુગલ બાદશાહ પાસેથી ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે વેપારનો અધિકાર લીધો હતો. કંપનીએ કલકત્તામાં વેપારની શરૂઆત કર્યા બાદ ચેન્નઈ અને મુંબઈમાં વ્યાપારિક કેન્દ્ર બન્યું હતું. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સૌ પ્રથમ ફ્રાંસીસી કંપન4 ડેસ ઈડેસ સાથે હરિફાઈ કરવાની હતી. 1764માં બક્સરની લડાઈ કંપની માટે નિર્ણાયક સાબિત થઈ હતી. આ બાદ કંપનીએ ધીરે-ધીરે સમગ્ર ભારત ઉપર અધિકાર સ્થાપિત કરી દીધો હતો. 1857માં વિદ્રોહ બાદ બ્રિટિશ સામ્રાજ્યએ ભારતનું શાસન કંપની પાસેથી લઈને પોતાના હાથમાં લઈ લીધું હતું. હાલ આ કંપની દુનિયાની જાણીતી કંપનીઓમાં સામેલ નથી. ભારતીય મૂળના સંજીવ મહેતાએ 2010માં 120 કરોડ રૂપિયામાં ઈસ્ટ ઈન્ડિયા કંપની ખરીદી હતી. આમ ભારત ઉપર 200 વર્ષ સુધી રાજ કરનારી કંપનીનો માલિક બીજો કોઈ પણ હાલ એક ભારતીય નાગરિક છે.