1. Home
  2. ગુજરાતી
  3. હવામાન વિભાગે દિલ્હી સહીતના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે દિલ્હી સહીતના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે દિલ્હી સહીતના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

0
Social Share
  • હવામાન વિભાગે 18 રાજ્યોમાં વરસાદની આગાહી કરી
  • હાલ પણ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદનું જોર યથાવત

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારેત વરસાદ ચાલી રહ્યો છે ખઆસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે તો હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દેશના 15 થી પણ વધુ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હળવાથી મધ્યમ વરસાદની સાથે પશ્ચિમ હિમાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલયના ઉપરના ભાગો અને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં પણ હિમવર્ષા થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને આંતરિક કર્ણાટકના ભાગોમાં કેટલાક મધ્યમ વરસાદ સાથે એક અથવા બે ભારે સ્પેલની સંભાવના છે.

દિલ્હીમાં વરસાદની આગાહી

જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો હાલ આજ રોજ પણ અંહી વરસાદ અને વાવાઝોડાને  લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ વધુ હોઈ શકે છે. મંગળવારે પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા રહ્યા હતા.આજરોજ બુધવારે પણ રાજધાની દિલ્હીમાં વરસાદ પડી શકે છે.

પંજાબ સહીત જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદની આગાહી

હવામા વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 8 મેથી હવામાન ચોખ્ખુ થી શકે છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી ચાર દિવસ સુધી આ તમામ રાજ્યોમાં આવું જ વાતાવરણ રહી શકે છે. આ કમોસમી વરસાદનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.આજરોજ આ રાજ્યોમાં પવન સાથે વરપસાદ ફૂંકાવાની આગાહી કરાઈ છે.

આવું જ રહી શકે છે. પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં 4 એપ્રિલ સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય IMD અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે મધ્ય ભારતીય રાજ્યોમાં વરસાદની સંભાવના છે. તેમાં પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ સિવાય હવામાન વિભાગે ચક્રવાતી તોફાનની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. IMD અનુસાર, આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code