1. Home
  2. ગુજરાતી
  3. દેશની આતંરિક સુરક્ષા નિયંત્રણમાં – ગૃહમંત્રાલય એ વર્ષ 2021નો રિપોર્ટ જારી કર્યો
દેશની આતંરિક સુરક્ષા નિયંત્રણમાં – ગૃહમંત્રાલય એ વર્ષ 2021નો રિપોર્ટ જારી કર્યો

દેશની આતંરિક સુરક્ષા નિયંત્રણમાં – ગૃહમંત્રાલય એ વર્ષ 2021નો રિપોર્ટ જારી કર્યો

0
Social Share
  • આંતરિક સુરક્ષાને લઈને ગૃહમંત્રાલયનો રિપોર્ટ
  • વર્ષ 2021ના સુરક્ષા નિયંત્રણમાં રહી

દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની સુરક્ષાને લઈને અનેક મહત્વના પગલા લેવા માટે જાણીતી છે ત્યારે કેન્દ્ર દ્રારા લેવાયેલા અનેક પગલાથી હાલ જમ્મુ કાશ્મીરથી લઈને દેશની અનેક સીમાઓ પર પહેલાની સરખામણીમાં સુરક્ષા સારી જોવા મળે છે ત્યારે હવે વિતેલા દિવસે દેશની સુપરક્ષાને લઈને ગૃહમંચ્રાલય દ્રારા રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો

પ્રાપ્ત વિગત પ્રમાણે ગૃહ મંત્રાલય દ્વારા આંતરિક સુરક્ષા પર વાર્ષિક અહેવાલ વર્ષ 2021માં દેશની આંતરિક સુરક્ષા નિયંત્રણમાં  છે. તેમ જણાવાયું છે આ સાથે જ તેની પાછળનું મુખ્ય કારણ આંતરિક સુરક્ષા વધારવાને સરકારની પ્રાથમિકતા બનાવવાનું હતું.

જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે સુરક્આંષા મામલે જમ્મુ કાશ્મીરને મોખરે રાખવામાં આવ્યું છે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવા, પૂર્વોત્તર રાજ્યોમાં સુરક્ષા પરિદ્રશ્ય સુધારવા, ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા અને દેશના પછાત  વિસ્તારો સુધી સુરક્ષા પહોંચી રહે અને ત્યા શાંતિ જળવાી રહે તેવા સતત પ્રત્યન કરીને આ વિસ્તારો પર ફોકસ કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કેસરકારે અત્યાર સુધીમાં 42 સંગઠનોને આતંકી સંગઠન અને 31 વ્યક્તિઓને વ્યક્તિગત આતંકવાદી જાહેર કર્યા છે.દેશના આંતરિક સુરક્ષા મુદ્દાઓને વ્યાપકપણે અંતરિયાળ વિસ્તારોમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અથવા કેટલાક વિસ્તારોમાં નક્સલ મુદ્દાઓ, પૂર્વોત્તર રાજ્યોમાં બળવાખોરી અને જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદને લગતા મુદ્દાઓ તરીકે જોઈ શકાય છે.

આ સાથએ જ જણાવાયું છે કે  કેન્દ્ર સરકારે ગુપ્તચર માહિતી સંગ્રહના ક્ષેત્રમાં નિયમિત તાલીમ, આતંકવાદી ઘટનાઓનો જવાબ આપવા અને તપાસ હાથ ધરવા માટે રાજ્ય પોલીસ દળોની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે..

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code