1. Home
  2. ગુજરાતી
  3. કંગના રનૌતના શો ‘લોકઅપ’ માટે પ્રથમ સ્પર્ધકનું નામ સામે આવ્યું, નવા પ્રોમોમાં જોવા મળી ઝલક
કંગના રનૌતના શો ‘લોકઅપ’ માટે પ્રથમ સ્પર્ધકનું નામ સામે આવ્યું, નવા પ્રોમોમાં જોવા મળી ઝલક

કંગના રનૌતના શો ‘લોકઅપ’ માટે પ્રથમ સ્પર્ધકનું નામ સામે આવ્યું, નવા પ્રોમોમાં જોવા મળી ઝલક

0
Social Share
  • કંગનાનો શો લોકઅપ ચર્ચામાં
  • પ્રથમ સ્પર્ધનું નામ આવ્યું સામે
  • નવા પ્રોમોમાં સ્પર્ધની ઝલક જોવા મળી

 

મુંબઈઃ- બોલિવૂડની ક્વિન કંગના રનૌત હંમેશા વિવાદ વચ્ચે ઘેરાયેલી રહે છે, સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહીને તે ચર્ચાનો વિષય બને છે ત્યારે હાલ કંગના તેના અપકમિંગ શો લોકઅપને લઈને ચર્ચિત છે.

કંગના રનૌતના નવા શો લોક અપના નવા પ્રોમ્સમાં, પ્રથમ સ્પર્ધક જાહેર કરવામાં આવ્યા છે. નિશા રાવલ કંગના રનૌતની જેલમાં બંધ જોવા મળી છે. અગાઉ લોકઅપના પ્રોમોમાં સ્પર્ધકોના ચહેરા દેખાડવામાં આવ્યા ન હતા. હવે પહેલો ચહેરો સામે આવ્યો છે.

કંગના રનૌતે શોની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે તેમાં વિવાદાસ્પદ સ્પર્ધકોને લેવામાં આવશે. નિશા રાવલ ગયા વર્ષે તેના પતિ કરણ મહેરા સાથેના ઝઘડાને કારણે ચર્ચામાં હતી. નિશા લોકઅપમાં નારંગી રંગનો જમ્પસૂટ પહેરેલી જોવા મળે છે. તેના પર કોન્ટ્રોવર્સિયલ વિવાદોનો આરોપ છે.

નિશા રાવલ લક્ષ્મી તેરે આંગન કી અને શાદી મુબારક જેવા શોમાં જોવા મળી હતી. તેણે એક નિવેદનમાં કહ્યું કે, હું આ નવી અને પડકારજનક યાત્રા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ પહેલાં ક્યારેય સાંભળ્યું કે જોયું નથી, આ શો ભારતીય OTT ઈન્ડસ્ટ્રીઝમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરશે.

https://www.instagram.com/mxplayer/?utm_source=ig_embed&ig_rid=04ba25e6-f0be-4d50-af61-895cc6c61b52

નિશા રાવલ અને તેના પતિ કરણ મહેરા વચ્ચેના ઝઘડાના સમાચાર હેડલાઇન્સમાં હતા. તેણે કરણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એવો પણ આરોપ હતો કે કરણે તેની સાથે મારપીટ કરી છે

ઉલ્લેખનીય છે કે સત્ય જીવનમાં ચર્ચામાં આવેલા લોકોને લઈને આ શો બનાવેલામાં આલે છે આ શો લોકઅપ 27 ફેબ્રુઆરીથી MX પ્લેયર પર રિલઝઈ થવા જઈ રહ્યો છે, ત્યારે મહત્વની વાત એ છે કે જે પોતે સચતચ કોન્ટ્રોવર્સિમાં જોવા મળતી હતી તેવી કંગના જ આ શોની હોસ્ટ છે. તેણીએ લોકઅપ સાથે અને હોસ્ટ તરીકે તેણીની OTTની શરૂઆત કરી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code