1. Home
  2. ગુજરાતી
  3. અનિલ કપૂરની રિવેન્જ થ્રીલર ફિલ્મ ‘થાર’ નો ફર્સ્ટ લૂક રિલીઝ- પુત્ર હર્ષવર્ધન પણ જોવા મળશે
અનિલ કપૂરની રિવેન્જ થ્રીલર ફિલ્મ ‘થાર’ નો ફર્સ્ટ લૂક રિલીઝ- પુત્ર હર્ષવર્ધન પણ જોવા મળશે

અનિલ કપૂરની રિવેન્જ થ્રીલર ફિલ્મ ‘થાર’ નો ફર્સ્ટ લૂક રિલીઝ- પુત્ર હર્ષવર્ધન પણ જોવા મળશે

0
Social Share
  • અનિલ કપરની એપકમિંગ ફિલ્મ થાર નો ફર્સ્ટ લૂક રિલીઝ
  • પુત્ર હર્ષવર્ધન પમ પિતા સાથે જોવા મળશે
  • નેટ્ફ્લિક્સ પર રિલીઝ કરાશે ફિલ્મ

મુંબઈઃ- બોલિવૂડના એવરગ્રીન હિરો તરીકે જાણીતા અનિલ કપૂર તેમની અપકમિંગ ફિલ્મ થારને લઈને ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક આજે રિલીઝ કરવામાં આવ્યો છે આ સાથે જ આ ફિલ્મમાં તેમનો પુત્ર હર્ષવર્ઘન પણ તેમની સાથે કામ કરતો જોવા મળશે.

નેટફ્લિક્સે તેની રિવેન્જ થ્રિલર ફિલ્મ થારની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં પિતા-પુત્રની જોડી જોવા મળશે. પશ્ચિમી નોયર શૈલીઓથી પ્રેરિત, ‘થાર’ એંસીના દાયકાની કહાની છે.

ફિલ્મની સ્ટોરી સિદ્ધાર્થ એટલે કે હર્ષવર્ધન કપૂરની છે. પુષ્કરમાં નોકરી માટે શિફ્ટ થયા પછી, સિદ્ધાર્થ તેના ભૂતકાળનો બદલો લેવા માટે પ્રવાસ પર નીકળે છે. રિવેન્જ નોયર થ્રિલરમાં અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ અને સતીશ કૌશિક છે અને રાજ સિંહ ચૌધરીની દિગ્દર્શક તરીકેની શરૂઆત છે, જેમણે ફિલ્મને લખી છે.

KFC નેટવર્ક અને Netflixએ મળીને આ  થાર ફિલ્મન બનાવી છે. ફિલ્મના નિર્માતા અને અભિનેતા અનિલ કપૂર કહે છે, “અમે થારથી જે મેળવ્યું છેતેના પર મને ખૂબ ગર્વ છે અને ઘણા કારણોસર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. તે ક્લાસિક પશ્ચિમી શૈલીની રાજસ્થાનમાં સેટ કરેલી નોયર થ્રિલર છે, જે ભારતીય સિનેમા અને પ્રેક્ષકોને પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે.આ ફિલ્નને લઈને અભિનેતા ખૂબ ઉત્સાહીત જાવા મળી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code