
ઝિમ્બાબવે ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકના નિધનના સમાચાર હતા અફવા -એક ટ્વિટે ફેલાવી જૂઠી ખબર
દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટ જગતમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા હતા કે છે ઝિમ્બાબ્વે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 22 ઓગસ્ટે 49 વર્ષની વયે અવસાન થયું હતું. જો કે આ એક અફવા હોવાનો ખુલાસો સામે આવ્યો છે.
એ વાત સાચી છે કે પૂર્વ કેપ્ટન ઘણા સમયથી કેન્સ સામે ઝઝુમી રહ્યા હતા જો કે તેમણએ હજી અતિંમ શ્વાસ લીઘા નથઈ તેઓ દુનિયામાં હયાત હોવાની માહિતી મળી છેહીથ સ્ટ્રીકના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બુધવારે સવારે અચાનક ક્રિકેટ જગત આઘાતમાં આવી ગયું હતું અને સોશિયલ મીડિયા સ્ટ્રીક માટે શ્રદ્ધાંજલિ સંદેશાઓથી છલકાઈ ગયું હતું.સમગ્ર ક્રિકેટ પ્રેમીઓ આ વાતથી દુખી થયા હતા જો કે ત્યાર બાદ ખુલાસો થયો હતો કે આ સમાચાર તદ્દન ખોટા હતા.
જો કે આ ખોટી ગેરસમજનું કારણ એક ટ્વિટ બન્યું છે વાત જાણએ એમ છએ કે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર હેનરી ઓલાંગા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે જે પહેલા ટ્વિટર હતું તેના પરની એક પોસ્ટથી સર્જાય હતી.
માહિતી પ્રમાણે ઓલંગાનું ટ્વીટ હતું કે હીથનું 49 વર્ષની વયે કેન્સરથી મૃત્યુ થયું હતું. તે લાંબા સમયથી આ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. જોકે, થોડા સમય બાદ ઓલાંગાએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું , સાચી માહિતી ન હોવાના કારણે ઓલાંગે એ આ ટ્વિટ કરી દીઘુ જો કે સભાનતાની સાથે થોડા જ કલાકોમાં તેમણે તે ટ્વિટ ડિલીટ કર્યું છે.
સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 65 ટેસ્ટ અને 189 વનડે રમી છે. સ્ટ્રીકને કોલોન અને લીવરનું કેન્સર હતું અને તેની સારવાર દક્ષિણ આફ્રિકામાં ચાલી રહી હતી.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલર ઓલરાઉન્ડર તરીકે રમતા હીથ સ્ટ્રીકે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 216 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 16 વખત એક ઇનિંગમાં 4 વિકેટ અને 7 વખત ઇનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તે જ સમયે, હીથ સ્ટ્રીકનું બોલ સાથે શાનદાર પ્રદર્શન ODI ક્રિકેટમાં પણ જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં, ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ટેસ્ટ અને ODI બંને ટીમોના કેપ્ટન તરીકે હીથ સ્ટ્રીકની નિમણૂક કરી. સ્ટ્રીકની કપ્તાની હેઠળ, ઝિમ્બાબ્વેએ 21માંથી 4 ટેસ્ટ મેચ જીતી હતી જ્યારે તે 11માં હારી હતી. અને 6 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. વનડેમાં સ્ટ્રીકે 68 મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી અને તેમાંથી 47 મેચમાં હારનો સામનો કરવો પડ્યો, ટીમ 18 મેચ જીતી. સ્ટ્રીકના મૃત્યુ પછી, ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ તેમને ટ્વિટ દ્વારા યાદ કર્યા છે