
અમરનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા માત્ર 20 દિવસમાં જ 3 લાખનો આંકડો પાર કરી ગઈ
શ્રીનગરઃ- આ મહિનાની શરુઆતથી એટલે કે 1લી જુલાઈના રોજથી અમપનાથ ાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો દેશભરના ખૂણે ખૂણેથી બાબા બર્ફાનીના ભક્તો યાત્રા કરી રહ્યા છએ ત્યારે છેલ્લા 20 દિવસમાં જ યાત્રાળુંઓની સંખ્યાએ રેકોર્ડ બનાવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જઅત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. આ આંકડા માત્ર 21 દિવસના છે કારણ કે અમરનાથ યાત્રા 1 જુલાઈથી જ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 21 જુલાઈના રોજ 13,797 શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શન કરવા આવ્યા હતા.
આ સહીત સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા અને સેવાઓમાં સુધારાને કારણે રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. 21 દિવસમાં આવેલા આ આંકડા ગયા વર્ષની સરખામણીમાં ઘણા વધારે છે.
યાત્રાળુઓને ઘરની અનુભૂતિ થાય તે માટે આ વખતે 30 જેટલા સરકારી વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવાસ, ભોજન, પાણી આરોગ્ય, સંભાળ, પોની સેવા જેવી ઉન્નત સુવિધાઓએ આ વર્ષે યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને અન્ય શ્રદ્ધાળુઓને અમરનાથ યાત્રા કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ સહીત આ વર્ષે સરકારે અમરનાથ ગુફાથી શિબિરો સુધીના બે માર્ગો તૈયાર કર્યા છે. પહેલગામ અને બાલતાલ જ્યાંથી સાંજે પણ યાત્રા ચાલુ રાખી શકાય છે. સરકારે એક સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે જે RFID સાથે સંકલિત છે તે સુનિશ્ચિત કરવા માટે કે યાત્રાળુઓને યાત્રામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અથવા યાત્રાની કામગીરીની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવે છે આ સહીત સુરક્ષા પણ કડક ગોઠવવામાં આવી છે., જેને લઈને યાત્રાળુંઓ ચિંતા વિના અહી આવી રહ્યા છે.