1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનના રાષ્ટ્રપતિની દેશભાવના,કહ્યું હુ મારા દેશને છોડીને ક્યાંય જવાનો નથી
યુક્રેનના રાષ્ટ્રપતિની દેશભાવના,કહ્યું હુ મારા દેશને છોડીને ક્યાંય જવાનો નથી

યુક્રેનના રાષ્ટ્રપતિની દેશભાવના,કહ્યું હુ મારા દેશને છોડીને ક્યાંય જવાનો નથી

0
Social Share
  • યુક્રેનના રાષ્ટ્રપતિની દેશલાગણી
  • કહ્યું હુ યુક્રેનને નહીં છોડું
  • રશિયાના આક્રમણમાં જીવનું ખતરો

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા જ્યારથી યુક્રેન પર હુમલો કરવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે ત્યારથી યુક્રેનની હાલત દયા આવી જાય એવી બની છે. ઓછા હથિયાર, નાનું સૈન્ય અને આર્થિક રીતે પણ મધ્યમ વર્ગના દેશ પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા વિશ્વના દેશોને અત્યારે યુક્રેન પર દયા આવી રહી છે. નિર્દોષ લોકો બે દેશોની લડાઈનો શિકાર બની રહ્યા છે.

આવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે સ્થિતિ કોઈપણ હોય, પણ હુ મારા દેશવાસીઓને અને દેશને મુકીને ક્યાંય જવાનો નથી.

વલોડિમિર જેલેંસ્કી હિંમત હાર્યા વિના પોતાના દેશમાં ટકી રહયા છે. તેઓ વાયરલ વીડિયોમાં એમ કહેતા જણાય છે કે હું ભાગવાવાળા માંનો નથી. તમારે મારી મદદ કરવી જોઇએ. મને હથિયારો અને ગોળા બારુદની જરુર છે. યૂક્રેન અન્ય દેશો તરફથી મદદની આશા રાખી રહ્યો છે પરંતુ તે આશા ઠગારી નિવડી છે.જેલેંસ્કીએ અગાઉ પણ લાગણીશીલ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે બધાએ તેમને એકલા દીધા છે. રશિયાનો પ્રથમ ટાર્ગેટ હું છું અને બીજા ક્રમે મારો પરીવાર છે.

સ્વીડને સૈન્ય,ટેકનિકલ અને માનવીય સહાયતા જાહેર કરતું ટ્વીટ કર્યુ તે બદલ યુક્રેનના રાષ્ટ્રપતિએ સ્વીડનનો આભાર વ્યકત કર્યો છે.
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે જેલેંસ્કીએ દેશમાં રહેવું કે નહી તેનો નિર્ણય ટુંક સમયમાં જ કરવો પડશે. નહીંતર તેઓ રશિયન સૈન્યના હાથમાં આવશે તો તેમની ધરપકડ કરીને લાંબા સમયથી ખટલો ચલાવતું રહેશે. રશિયા યુક્રેનમાં નવી સરકાર ઇચ્છી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code