
કર્ણાટકના લોકોને પડી શકે છે મોંઘવારીનો માર! દૂધના ભાવમાં આટલા રૂપિયા સુધીનો થઈ શકે છે વધારો
- કર્ણાટકના લોકોને મોંઘવારીનો માર!
- દૂધના ભાવમાં થઇ શકે છે વધારો
- મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ આપી માહિતી
બેંગલુરુ:દિવસે ને દિવસે મોંધવારી વધતી જાય છે.જેની અસર લોકો પર પડી રહી છે.વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.આ પહેલા તેલ,શાકભાજી સહીતની વસ્તુના ભાવ વધ્યા ત્યાં હવે કર્ણાટકના લોકો પર હજુ મોંધવારીનો માર પડી શકે છે.કર્ણાટકમાં દૂધના ભાવમાં વધારો થઇ શકે છે.
કર્ણાટક સરકાર દૂધની છૂટક કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરી શકે છે. મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂધના ભાવમાં વધારો કેબિનેટની મંજૂરીને આધીન છે અને 1 ઓગસ્ટથી અમલમાં આવશે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ સહકાર મંત્રી કે. એન. રાજન્નાએ જણાવ્યું હતું કે, “દૂધ ઉત્પાદકોને મદદ કરવા માટે દૂધની ઉત્પાદન કિંમત વધારવા અને ભાવમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. 1 ઓગસ્ટથી તેના અમલ અંગેનો નિર્ણય આગામી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે.”
તેમણે કહ્યું કે દૂધના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. “જો કે, કેબિનેટ નક્કી કરશે કે રૂ. 5નો વધારો કરવો કે રૂ. 3. અમે રૂ. 3ના વધારાની અપેક્ષા રાખીએ છીએ,” રાજન્નાએ જણાવ્યું હતું. કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ના પ્રમુખ ભીમા નાઈકના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે બેઠકમાં હાજરી આપી હતી. નાઈકે કહ્યું કે ખેડૂતો અને ફેડરેશનની માંગ છે કે પ્રતિ લિટર 5 રૂપિયાનો વધારો કરવામાં આવે.