રાજકોટ શહેરની જનતાને પાર્કિંગ સમસ્યા હવે નહીં નડે, તંત્ર લાવી રહ્યું છે આ મોટી સમસ્યાનું નિવારણ
- શહેરની જનતાને પાર્કિંગ સમસ્યા હવે નહીં નડે
- તંત્ર લાવી રહ્યું છે આ મોટી સમસ્યાનું નિવારણ
- લોકોને પાર્કિગની સમસ્યાથી મળશે રાહત
રાજકોટ શહેરમાં હવે ક્યાં વાહન પાર્કીંગ કરવું? કઈ જગ્યાએ પાર્કિંગનો ચાર્જ વસૂલવો આ અંગે પણ હવે પાર્કિંગ પોલીસી અમલમાં આવશે.રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓની પોતાની પાર્કિંગ પોલીસી તૈયાર કરવા આદેશ આપ્યો છે ત્યારે અમદાવાદ બાદ હવે રાજકોટ મહાનગર પાલિકા પણ શહેરની પાર્કિંગ પોલિસી તૈયાર કરી રહ્યું છે.
મહાનગરપાલિકાના કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટીને પાર્કિંગ પોલિસી તૈયાર કરવા માટે દરખાસ્ત મોકલી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો દ્વારા શહેરની નવી પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવશે. 20 તારીખે એટલે કે આજે મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે,જેમાં નવી પાર્કિંગ પોલીસી અંગે નિર્ણય કરવામાં આવશે,ત્યારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ બાદ જે રીતના રાજ્યના અલગ અલગ મહાનગરપાલિકાઓમાં પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે તે રીતે રાજકોટમાં પણ તૈયાર થશે પરંતુ કેવી આ પોલીસી હશે અને તેમાં કઇ કઇ બાબતોનો સમાવેશ કરાશે તે અંગે આગામી દિવસોમાં નિર્ણય કરાશે.
બીજી તરફ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતાએ આ પાર્કિંગ પોલીસીની બાબતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. નવી પાર્કિંગ પોલિસી અંગે રાજકોટવાસીઓએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે,સરકાર પહેલાથી જે અલગ-અલગ પ્રકારના અનેક ટેક્સ વસૂલે છે ત્યારે હવે પાર્કિંગ પોલિસીના નામે વધુ રૂપિયા ન કરવા જોઈએ તો કેટલાક લોકોનું કહેવું હતું કે,રાજકોટ શહેરનું ટાઉન પ્લાનિંગ જ પાર્કિંગ સાથેનું નથી લોકોને ફરજીયાત જાહેરમાં જ પોતાના વાહનો પાર્ક કરવા પડે તેમ છે કેટલાક લોકોએ કહ્યું હતું કે,પાર્કિંગ પોલીસી થોડે ઘણે અંશે આવકારદાયક છે પાર્કિંગ પોલીસી આવવાથી લોકો શહેરમાં આડેધડ વાહન પાર્ક નહીં કરે જોકે તેનો ચાર્જ વસૂલ ઓ તે પણ યોગ્ય બાબત છે.