
કર્ણાટકના બેલાગાવીમાં ટ્રેનિંગ દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ, બે પાઈલટ ઘાયલ
- કર્ણાટકમાં ટ્રેનિગ દરમિયાન પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ
- 2 પાયલોટ ઘાયલ થયાના એહવાલ
બેગલુરુઃ- આજકાલ વિમાન કે હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાો વધતી જઈ રહી છે ત્યારે આજરોજ કર્ણાટકમાં પણ ફરી એક આજ પ્રકારની ઘટના સામે આવી છે.,મળતી વિગહત પ્રમાણે કર્ણાટકના બેલાગવી જિલ્લામાં સાંબરા એરપોર્ટ નજીક રેડબર્ડ એવિએશનના બે સીટર ટ્રેનર એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
આ બબાતે કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે લેન્ડિંગ કરવામાં આવ્યું છે.જેમાં બે પાયલોટ પણ ઘાયલ થયાના સમાચાર છે.જો કે વિમાન ચલાવનારા બન્ને પાયોલોટને સામાન્ય ઈજાઓ પહોંચી છએ કોઈ ગંભીર ઈજા થઈ નથી.
આ સહીત વિમાનના ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર મળતા જ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કેટલાક લોકો ફોટા અને વીડિયો બનાવતા પણ જોવા મળ્યા હતા. જો કે આ ઘટના સામાન્ય હતી જ્યારે મોટી દૂર્ઘટના ટળી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે બે સીટર પ્રશિક્ષણ એરક્રાફ્ટ, જે કથિત રીતે રેડબર્ડ એવિએશન સાથે સંકળાયેલું છે, મંગળવારે બેલાગવીમાં સાંબ્રા એરપોર્ટ નજીક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ફ્લાઇટ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બંને પાઈલટોને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને તબીબી સારવાર માટે એરફોર્સની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને સોમવારે પણ આપ્રકારની ઘટના સામે આવી હતી જેમાં ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. એરફોર્સે માહિતી આપી છે કે ઇમરજન્સી લેન્ડિંગના થોડા કલાકો બાદ વિમાનને ઠીક કરીને રવાના કરવામાં આવ્યું હતું. બોર્ડમાં બે ક્રૂ મેમ્બર હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી.