
વધી રહી છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઃ સહારાના રણોમાં થઈ રહી છે બરફવર્ષા
- વિશ્વના સૌથી ગરમ દેશોમાં પણ ઠંડી
- અનેર રમ પ્રદેશમાં બરફ વર્ષા થઈ
- ગ્લોબલ વોર્મિંગની વધી સમસ્યા
આ વર્ષે જાણે વિશ્વભરમાં ઠંડીએ કહેર ફેલાવ્યો હોય તેમ જોઈ શકાય છે, વિશ્વના ઘણા ગરમ પ્રદેશોમાં આ વર્ષ દરમિયાન બરફવર્ષા થયેલી પણ જોવા મળી રહી છે, તેને જોતા અંદાજો લગાવી શકાય છે કે ગ્લોબસલ વોર્મિંગની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.
રણ પ્રદેશમાં પણ બરફ પડી રહ્યો છે.સહારાનું આ વિશાળ રણ 11 દેશોમાં ફેલાયેલું છે. જેમાં અલ્જીરિયા, ચાડ, મિસ્ત્ર, લીબિયા, માલી, મોરિટાનિયા, મોરકોક, નાઇઝર, પશ્ચિમી સહારા , સુડાન અને ટયૂનીશિયાનો સમાવેશ થાય છે. જ્યા રેતીના ટેકરા 180 મીટર ઉચા હોય શકે છે. આ વિસ્તારમાં પાણીની અછત છે. આવા સૂકા વિસ્તારમાં હિમવર્ષાથી માઈનસમાં ઠંડીનો પારો પહોંચી રહ્યો છે.
સહારામાં બરફ વર્ષાની આ પહેલી ઘટના નથી, આ પહેલા 2021માં પણ બરફ વર્ષા થઇ હતી. છેલ્લાં 42 વર્ષમાં બરફ પડવાની આ 5મી ઘટના છે.આ મામલે જર્નલ સાયન્સમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે,ગ્લોબલ વોર્મિગને કારણે આવી જગ્યાઓમાં ઝડપી ઠંડા પવન ચાલવાની સંભાવના વધી રહી છે.
આ બાબતે સ્કાઇ ન્યૂઝના એક રિપોર્ટ મુજબ ગરમીના સમયમાં સહારા રણમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ ઉપર ચાલ્યું જતું હોય છે. જયારે જાન્યુઆરીમાં તાપમાન ઘટતું હોય છે.સહારાના રણમાં બરફ વર્ષાની ઘટના 5મી વખત થઇ છે.
રણ પ્રદેશમાં તાપમાન નીચું જવા મામલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કહેવું છે કે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવો ખૂબ જરૂરી છે. સહારાના રણમાં સૌથી અધિક તાપમાન 58 ડિગ્રી સેલ્શિયસ નોંધાયેલું છે. છેલ્લાં કેટલાંક સમયથી અહીં તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે