
ઈન્ડોનેશિયા,ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
- ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપ
- જાણો તેની તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
દિલ્હી:ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં સોમવારે એટલે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મલેશિયાના કુઆલાલંપુરમાં 504 કિમી દક્ષિણપશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.
ફિલિપાઈન્સના મનિલાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 157 કિલોમીટર દૂર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ સમુદ્રની અંદર જોરદાર ભૂકંપ આવ્યો છે.હાલમાં સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.