
- રાજ્સ્થાનમાં નવી કોરોના ગાઈડલાઈન જારી
- કોરોનાની સ્થિતિને જોતા રાજ્સ્થાન સરકારે નવી ગાઈડ બહાર પાડી
- અનેક પાબંધિઓ લાગૂ કરી
ઉદયપુરઃ- સમગ્ર દેશભરમાં જ્યાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યા બીજી તરફ દૈનિક કેસોનો આંકડો અનેક રાજ્યોમાં વધતો જઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિને લઈને રાજસ્થાન સરકારે કોરોનાના યરસના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યમાં રાજકીય અને અન્ય રેલીઓ, ધરણાં, મેળાઓ અને લગ્નોમાં હાજરી આપનાર લોકોની સંખ્યા માત્ર 100ની નક્કી કરી દીધી છે.
આ સાથે ગાઈડ લાઈન પ્રમાણે જયપુરમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યો છે. રવિવારેના રોજ મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં કોવિડ સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાપ્રમાણે, જયપુરમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 3 થી 9 જાન્યુઆરી સુધી બંધ રહેશે, જ્યારે અન્ય નિયંત્રણો સમગ્ર રાજસ્થાનમાં 7 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી લાગુ થશે.માર્ગદર્શિકા પ્રમાણે રાજસ્થાન આવતા સ્થાનિક પ્રવાસીઓ પાસે ડબલ રસી પ્રમાણપત્ર અથવા આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ માગવામાં આવશે જે 72 કલાકથી વધુ જૂના ન હોવા જોઈએ.
આ સાથે જ જયપુર ગ્રેટર અને જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 ની નિયમિત વર્ગખંડની પ્રવૃત્તિઓ 3 થી 9 જાન્યુઆરી સુધી બંધ રહેશે. અન્ય જિલ્લાઓમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે ચર્ચા કરીને કલેક્ટર શાળાઓ અંગે નિર્ણય લેવાશેઆ સાથે જ લગ્ન સમારોહમાં 100 મહેમાનો ને મંજૂરી આપવામાં આવી છે.આ સાથે જ અંતિમ સંસ્કારોમાં પણ માત્ર 20 લોકોને અનુમતિ અપાઈ છે.
આથી વિશેષ ધાર્મિક સ્થળોએ કોવિડ-યોગ્ય વર્તનનું સખ્તપણે પાલન કરવું પડશે અને ફૂલો અને પ્રસાદ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે તમામ વ્યાપારી સંસ્થાઓને 31 જાન્યુઆરી સુધીમાં તમામ કર્મચારીઓનું બેવડું રસીકરણ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે. માર્ગદર્શિકા અનુસાર, રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.