
એક્ટર વરુણ ધવનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બવાલ’ની રિલીઝ ડેટ આવી સામે
- વરુણ ધવનની ફિલ્મ બવાનની રિલીઝ ટેડ સામે આવી
- સિનેમા ઘરોમાં આ તારીખે ફિલ્મ રિલીઝ કરાશે
દિલ્હીઃ- બોલિવૂડના ચોકલેટી અભિનેતા ગણાતા વરુણ ધવનની એક્ટિગ શાનદાર છે તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે ત્યારે હવે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે ત્યારે વરુણના ચાહકો માટે આ ફિલ્મને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બવાલ’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
https://www.instagram.com/niteshtiwari22/?utm_source=ig_embed&ig_rid=edbbd1f6-a5c4-45b3-9135-3a7a7996251d
દિગ્દર્શક નિતેશ તિવારીએ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી અને તેણે ટ્વિટ કર્યું, સાજિદ સર સાથે મારો બીજો સહયોગ અને વરુણ ધવન અને જાહ્નવી કપૂર અભિનીત એક ખૂબ જ રસપ્રદ ફિલ્મ બવાલ, 6ઠ્ઠી ઑક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બવાલ’ એક રોમેન્ટિક કોમેડી મુવી છે, જેમાં વરુણ ધવન અને જ્હાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી અને ચાહકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે ફાઈનલી આ ફિલ્મ 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં જોવા મળશે.