1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી

0
Social Share
  • ફરી એક વખત અક્ષય-પરિણીતી સાથે જોવા મળશે
  • ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ની રિલીઝ ડેટ જાહેર
  • 5 ઓક્ટોબર 2023 ના રોજ ફિલ્મ થશે રિલીઝ  

મુંબઈ :પૂજા એન્ટરટેઈનમેન્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ “ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુ” તેની જાહેરાત થઈ ત્યારથી જ હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મની રિલીઝને લઈને ચાહકોની અધીરાઈ પણ જોવા જેવી છે. પરંતુ હવે તે તમામ ચાહકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ કરી દીધી છે. આ ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ 5 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ સ્વ. શ્રી જસવંત સિંહ ગિલના જીવનની સાચી ઘટનાઓ પર આધારિત છે, જેમણે ભારતના પ્રથમ કોલસા ખાણ બચાવ મિશનનું નેતૃત્વ કર્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની અને અજય કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે. ચાહકો અને મૂવી પ્રેમીઓ આ નોંધપાત્ર પ્રોજેક્ટની રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે એક આકર્ષક સિનેમેટિક અનુભવ હોવાનું વચન આપે છે. નોંધનીય છે કે,આ પહેલા અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા 2019માં આવેલી ફિલ્મ ‘કેસરી’ માં સાથે જોવા મળ્યા હતા ત્યારે ફરી એકવખત બંને  ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ માં સાથે કામ કરતા જોવા મળશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code