
SVPI એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સિક્યોરિટી હોલ્ડ વિસ્તારમાં વધારો કરાશે
અમદાવાદ, 25 એપ્રિલ, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે મુસાફરોને વધુ સારો અનુભવ થશે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિક માંગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે. જેમાં બેબી-કેર રૂમ અને સ્મોકિંગ લાઉન્જને પણ જ આવરી લેવામાં આવશે.
તાજેતરમાં અમદાવાદ એરપોર્ટે પર આવાગમન કરતા મુસાફરોની સંખ્યા 10 મિલિયનને આંબી જવાનો વિક્રમ સર્જ્યો છે. ઝડપથી વધી રહેલી મુસાફરોની સંખ્યા અને એરક્રાફ્ટની અવરજવરના પગલે SVPI એરપોર્ટ કનેક્ટિવિટી વધારવાની સાથે ઇન્ફ્રા ડેવલપમેન્ટ દ્વારા ગ્રાહકોને બહેતર સુવિધાઓ પ્રદાન કરવા પ્રયાસરત છે.
રિએન્જિનિયરિંગ દ્વારા ટર્મિનલની અંદરનો વિસ્તાર 11000sqm વધારવામાં આવશે. જેમાં હાલના બેબી-કેર રૂમ, સ્મોકિંગ લાઉન્જ, ફૂડ અને બેવરેજીસ આઉટલેટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના રિટેલ આઉટલેટ્સ, વર્લ્ડક્લાસ બેઠક વિસ્તાર સહિતની સુવિધાઓ સમાવવામાં આવશે. T1 પર નવા અત્યાધુનિક લૂક ધરાવતા ફર્સ્ટ ફ્લોરનું નવીનીકરણ અને વિસ્તરણ લગભગ ત્રણ મહિનામાં પૂર્ણ થશે. જો કે મુસાફરો માટે કેટલીક આવશ્યક સેવાઓ એક મહિનામાં જ ઉપલબ્ધ કરાવાશે.
SVPIA એરપોર્ટ પર0 મુસાફરોને આનંદદાયક અનુભવ મળે તે માટે હજુ કેટલાય સુખદ આસ્ચર્યો પાઇપલાઇનમાં છે!