1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો
નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો

નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો

0
Social Share

મોરબીઃ શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં અનેક ફેકટરીઓ અને કારખાના ધમધમમી રહ્યા છે. મોરબી એ સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે. સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, 36 દિવસમાં ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે જે હજુ સિરામિક ઉદ્યોગકારો સહન કરી શક્યા નથી તેવામાં આગામી પહેલી નવેમ્બરથી ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાં તેમજ વર્લ્ડમાં સિરામિક પ્રોડક્ટને સપ્લાય કરતાં મોરબીના ઉદ્યોગકારોની મુશ્કેલી અનેકગણી વધી જાય તેવી શક્યતા છે.

સિરામિક ઉદ્યોગકારોના કહેવા મુજબ  નેચરલ ગેસના વધેલા ભાવને લીધે સિરામિક ઉદ્યોગની હાલત કફોડી બની છે.  અગાઉ  ગેસના ભાવ વધારો કરાયો છે તેના લીધે એક્સપોર્ટના પેન્ડીંગ ઓર્ડરમાં કરોડોની નુકસાની અને ડોમેસ્ટીકના પેન્ડીંગ ઓર્ડરમાં પણ મોટી નુક્સાની ઉદ્યોગકારોને થઈ છે અને તે ભાવ વધારો હજુ માર્કેટમાં સિરામિક પ્રોડક્ટ ઉપર એકસેપ્ટ કરવામાં આવેલ નથી. ત્યારે નવો ભાવ વધારો સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે તે નિશ્ચિત છે આવા સમયે સરકાર દ્વારા વિશ્વ કક્ષાના આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે યોગ્ય કરવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની માગણી અને લાગણી છે.

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા પીએનજી ગેસનો વપરાશ આશરે દૈનિક 70 લાખ ક્યુબીક મીટરનો છે જે ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામા આવે છે તેમા ગેસ કંપની દ્વારા 24 ઓગસ્ટે 4.50 રૂપીયાનો ભાવ વઘારો કરતા સીરામીક ઉઘોગકારો ટાઈલ્સના ભાવ વઘારેલ હતા ત્યારબાદ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો વઘતા ફરીથી ગેસ કંપની દ્વારા તા 1/10 ના રોજ અગાઉથી જાણ કર્યા વગર જ 10.15 રૂપીયાનો તોતીંગ ભાવ વઘારો કરતા સીરામીક ઉઘોગકારોને એક્સપોર્ટના પેન્ડીંગ ઓર્ડરમાં કરોડોની નુકસાની  અને ડોમેસ્ટીકના પેન્ડીંગ ઓર્ડરમાં પણ મોટી નુક્સાની થઈ છે. તે ઉપરાંત સીરામીક ઉઘોગકારોને ટાઈલ્સમા 20 ટકા જેટલો ભાવ વઘારો કરેલ છે જે હજુ માર્કેટ ઠંડુ હોવાથી સ્ટેબલ કરવો ખૂબ જ કઠીન છે.

સિરામિક ઉત્પાદક એસોના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 36 દિવસના ગાળામા બે વખત ગેસના ભાવ વઘતા ટાઈલ્સ માર્કેટને ભાવ વધારાનો મોટો ઝટકો વાગ્યો છે આવી વિકટ પરિસ્થિતિમાંથી સિરામિક ઉદ્યોગ બહાર આવ્યો નથી ત્યાં ફરીથી ઈન્ટરનેશનલ માર્કેટના આઘારે ગેસ કંપની દ્વારા તા 1/11/21 થી તોતીંગ ભાવ વઘારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ડોમેસ્ટીક માર્કેટમાં ટાઈલ્સનો ભાવ વઘારો કરવો ખૂબ જ મુશ્કેલ થશે તેમજ વૈશ્ર્વિક બજારોની હરિફાઈમા 160 દેશોમાં નિકાસ કરવીએ કોઈ સામાન્ય બાબત નથી આંતરરાષ્ટ્રીય માર્કેટમા પણ બીજી ઘણી બઘી મુશ્કેલીઓ છે જ જેમ કે કંન્ટેનરના ઉંચા ભાડા, જીસીસીના દેશોમાએન્ટી ડંપીંગ ડ્યુટી હોવાથી 30% નિકાસમા ઘટાડો આવ્યો છે. તેમજ ગેસના ભાવો વઘતા પ્રોડકશન કોસ્ટમાં વઘારો થતા હજુ નિકાસમા ઘટાડો થવાની પુરે પુરી શક્યતાઓ છે તેમજ ચાઈના સામે વૈશ્ર્વિક બજારમાં મોરબી સિરામિક ઉઘોગ ટકી શકશે નહી અને ઓર્ડર કેન્સલ થશે તેની અસરથી સિરામિક પ્લાન્ટો બંઘ કરવાની નોબત આવશે એમા કોઈ શંકાને કોઈ સ્થાન નથી. સાથે સાથે આ ઉદ્યોગમાં કામ કરતા લાખો લોકોની રોજીરોટીનો પણ મોટો સવાલ ઉભો થશે. ત્યારે ગુજરાત સરકારે આ ઉઘોગને બચાવવા અને લાખો લોકોની રોજગારીનું વિચારી અસરકારક પગલા લેવા જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code