1. Home
  2. ગુજરાતી
  3. છત પરની રેલિંગ પર સ્ટંટ કરવો શખ્સને પડ્યો ભારે,જુઓ આ વીડિયો
છત પરની રેલિંગ પર સ્ટંટ કરવો શખ્સને પડ્યો ભારે,જુઓ આ વીડિયો

છત પરની રેલિંગ પર સ્ટંટ કરવો શખ્સને પડ્યો ભારે,જુઓ આ વીડિયો

0
Social Share
  • છત પરની રેલિંગ પર સ્ટંટ કરવો પડ્યો ભારે
  • બેલેન્સ બગડતા જ શખ્સ ધડામ દઈને નીચે પડ્યો
  • જુઓ આ વીડિયો

સ્ટંટ કરવો એ કોઈ નાની માં નો ખેલ નથી કે જેને વગર પ્રેક્ટિસે જ શરૂ કરી દેવો, તેના માટે ઘણી મહેનત અને સખત પ્રેક્ટિસની જરૂર છે. જ્યારે સમય આવે છે, ત્યારે કેટલીકવાર બધી પ્રેક્ટિસ પણ ખોવાઈ જાય છે અને લોકો સ્ટંટને કારણે પોતાને નુકસાન પહોંચાડે છે.એટલા માટે કહેવાય છે કે,સ્ટંટ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, જેથી કોઈ દુર્ઘટના ન થાય.જોકે, કેટલાક લોકો પ્રેક્ટિસ કર્યા વિના અથવા થોડી પ્રેક્ટિસ કર્યા પછી જોખમી સ્ટંટ કરવા આવે છે અને આવી સ્થિતિમાં તેઓ અકસ્માતનો ભોગ બને છે.સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા બધા વીડિયો વાયરલ થાય છે, જેમાં સ્ટંટ સંબંધિત વીડિયો પણ સામેલ હોય છે.આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આગળ-પાછળનો વિચાર કર્યા વિના ખતરનાક સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે અને પોતાને નુકસાન પહોંચાડે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે,ઘરની છત પર બે લોકો ઉભા છે,જેમાંથી એક વ્યક્તિ સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે.તે બેકફિલ્પ મારે છે અને આ વચ્ચે તેનું બેલેન્સ બગડી જાય છે અને છતની નીચે ધડામ દઈને પડે છે.જોકે,તે ઉપરની દીવાલને પકડવાની કોશિશ કરે છે,પરંતુ તે ખુદ ને બેલેન્સ ન કરી શકતો હોવાથી નીચે પડી જાય છે.જે રીતે તે પડે છે તેને ખુબ જ ઈજા પહોંચે છે,એટલા માટે કહેવામાં આવે છે કે,ખતરનાક જગ્યાઓ પર તો સ્ટંટ ન કરવો જોઈએ.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર આ હેરાન કરનાર વીડિયોને parkour_extreme_youtube નામ પરની આઇડીથી શેર કરવામાં આવ્યો છે.તો લોકોએ વીડિયો જોઇને અલગ-અલગ પ્રકારની ટીપ્પણીઓ કરી રહ્યા છે.એક યુઝરએ લખ્યું કે,એમ્બ્યુલન્સ ટાઇમ છે ,જયારે એક અન્ય યુઝર્સએ મજાકમાં લખ્યું કે,અમે તેના પર ફૂલ ચડાવવા ક્યાં આવી શકીએ છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code