
રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાયો નહોતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. 17મી જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આ માટે ક્રિકેટ બોર્ડે દ્વારા કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે.આ અંગેની સત્તાવાર જાહેરાત BCCIના સેક્રેટરી જય શાહે કરી હતી. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં કુલ 8 મેચ રમાઈ છે. જેમાં 2 ટેસ્ટ, 3 ટી-20 અને 3 વન ડેનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે 23 એપ્રિલ આ સિરીઝના સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત કરી હતી. કાર્યક્રમ પ્રમાણે આ સિરીઝની મેચ પાંચ શહેરોમાં ટી 20 સીરિઝની મેચ રમાશે. જેમાં દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોર શહેરોના નામનો સમાવેશ થાય છે. આ સિરીઝની શરૂઆત 9 જૂનથી થવાની છે અને તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પહેલી ટી 20 મેચ રમાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે. 17 જાન્યુઆરી-2020માં રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. બાદમાં કોરોનાને લીધે એક પણ મેચ રમાયો નથી. આ વૈશ્વિક આયોજન બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની મેજબાની કરશે. ભારતની આ શ્રેણી માટે પહેલાંથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 17 જૂન-2022ના રોજ રાજકોટના સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મુકાબલો થશે. આ પહેલાં રાજકોટમાં 17 જાન્યુઆરી-2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારપછી કોરોનાનું ગ્રહણ લાગી જતાં ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું. જોકે હવે કોરોના શાંત પડવા લાગતાં ફરી ક્રિકેટનો ધમધમાટ શરૂ થયો છે. 17 જૂન 2022ના રોજ રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે રમાનારો ટી-20 મેચ શ્રેણીનો ચોથો મેચ રહેશે જે નિર્ણાયક સાબિત થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.