1. Home
  2. ગુજરાતી
  3. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર થયું રિલીઝ
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર થયું રિલીઝ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર થયું રિલીઝ

0
Social Share

મુંબઈ: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેનો હીરો અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા છે. આ ઉપરાંત શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા 60ના દાયકાની પ્રખ્યાત કોમિક ‘ધ આર્ચીઝ’ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મજેદાર છે.

કેવું છે ફિલ્મનું ટ્રેલર 

ટ્રેલરમાં તમે અગસ્ત્ય નંદાને આર્ચીની ભૂમિકામાં જોશો, જે રિવરડેલ નામના હિલ સ્ટેશનમાં તેના મિત્રો સાથે મસ્તી કરતાં કરતાં જીવન વિતાવી રહ્યોછે. તેની સાથે છે વેરોનિકા (સુહાના ખાન), એક ધનિક પિતાની એકમાત્ર પુત્રી છે જેણે લંડનથી અભ્યાસ કર્યો છે અને Betty   (ખુશી કપૂર), જે તેની બાળપણની મિત્ર છે અને તેને પેહેલેથી જ પ્રેમ કરતી હોય છે… આ ત્રણેય સાથે છે જગહેડ (મિહિર આહુજા), ડિલ્ટન ડોઈલી (યુવરાજ મેંડા), એથેલ મગ્સ (ડોટ) અને રેગી મેન્ટલ (વેદાંગ રૈના). આ સિવાય ફિલ્મમાં વિનય પાઠક અને અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં છે.

‘ધ આર્ચીઝ’ના ટ્રેલરમાં તમામ બાળકો તેમના રંગમાં જોવા મળે છે. આર્ચી એક સંગીતકાર બનવા માંગે છે, જ્યારે વેરોનિકા તેની સુંદરતા બતાવવામાં માને છે. Betty આર્ચીને ડેટ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આર્ચીને વેરોનિકા પસંદ છે.બીજી તરફ, વેરોનિકાના પિતા (અલી ખાન) રિવરડેલના પ્રખ્યાત ગ્રીન પાર્કને મોલમાં રૂપાંતરિત કરવા માંગે છે. રિવરડેલમાં અન્ય ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેનાથી તમામ બાળકો પરેશાન છે. તેનું કારણ વેરોનિકાના પિતા છે, બધાએ તેની સાથે દુશ્મની પણ કરી હતી.

https://www.instagram.com/reel/CzadOp0JzKd/?utm_source=ig_embed&ig_rid=d8a0fa1e-4c09-4f6b-87e2-6ae25511b8e4

ટ્રેલરથી સ્પષ્ટ છે કે ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ખૂબ જ સારી બનવાની છે. કોમિક બુકના ચાહકો તેનું હિન્દી સંસ્કરણ જોવાનો આનંદ માણશે. તેથી યુવા પ્રેક્ષકો પણ તેને જોવાનો આનંદ માણશે. જૂના સમયની આ વાર્તા રસપ્રદ છે. ફિલ્મના બે ગીત ‘સુનો’ અને ‘વા વા વરૂમ’ રિલીઝ થયા છે અને તેને પસંદ પણ કરવામાં આવી રહ્યા છે.નિર્દેશક ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તે તેના પ્રોડક્શન હાઉસ ટાઈગર બેબી હેઠળ બનાવવામાં આવી છે. ‘ધ આર્ચીઝ’ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code