1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર ગુરુવારે હૈદરાબાદ અને મુંબઈ ખાતે રિલીઝ કરવાની જોરદાર તૈયારી- 25 ઓગસ્ટે થશે ફિલ્મ રિલીઝ
ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર ગુરુવારે હૈદરાબાદ અને મુંબઈ ખાતે રિલીઝ કરવાની જોરદાર તૈયારી-  25 ઓગસ્ટે થશે ફિલ્મ રિલીઝ

ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર ગુરુવારે હૈદરાબાદ અને મુંબઈ ખાતે રિલીઝ કરવાની જોરદાર તૈયારી- 25 ઓગસ્ટે થશે ફિલ્મ રિલીઝ

0
Social Share
  • લાઈગર ફિલ્મનું ટ્રેલર ગુરુવારે  થશે રિલીઝ
  • વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડેની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ

મુંબઈઃ– છેલ્લા ઘણા સમયથી ફિલ્મ લાઈગરને લઈને અનેક ચર્ચાઓ સામે આવી હતી ત્યારે હવે આ ફિલ્મના ચાહકોના ઈતંઝારનો અંત આવી રહ્યો,કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારના રોજ  આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

જો ફિલ્મ વિશે વાત કરીએ તો વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે અભિનીત ‘લાઈગર’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ બંને કલાકારો માટે ખાસ છે કારણ કે તે બોલિવૂડમાં વિજય અને દક્ષિણમાં અનન્યાનું ડેબ્યૂ કરે છે.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી દિગ્દર્શક પુરી જગન્નાથની ફિલ્મ ‘લાઈગર’, જે 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, ગુરુવારે હૈદરાબાદ અને મુંબઈ બંને શહેરોમાં લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પહેલા આ ટ્રેલર હૈદરાબાદમાં સવારે 9.30 વાગ્યે તેલુગુમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારપછી આખી ટીમ ગુરુવારે જ મુંબઈ પહોંચશે અને ફિલ્મનું ટ્રેલર અહીં સાંજે લગભગ 7.30 વાગ્યે હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે.

જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, ચાહકો નિર્માતાઓને ફિલ્મના અપડેટ્સ શેર કરવા વિનંતી કરી રહ્યા છે. ત્યારે હવે મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છે. મેકર્સ લિગરનું ટ્રેલર જુલાઈના બીજા કે ત્રીજા સપ્તાહમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.

લાઈગર ફિલ્મમાં વિજય દેવરાકોંડા ઉપરાંત માઈક ટાયસન, અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન, રોનિત રોય, વિશુ રેડ્ડી, મકરંદ દેશપાંડે અને ગેટઅપ શ્રીનુ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code