
ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થયું,ટ્રેલરમાં અસ્ત્રોના દેવતાનો ઉલ્લેખ
- ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર થયું રિલીઝ
- ટ્રેલરમાં છે અસ્ત્રોના દેવતાનો ઉલ્લેખ
- 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે આ ફિલ્મ
મુંબઈ: બ્રહ્માસ્ત્ર’ફિલ્મની ચાહકો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝમાં હજુ થોડા મહિના બાકી છે. પરંતુ આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી પૌરાણિક આધારિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.અમિતાભ બચ્ચનના અવાજ અને રણબીર કપૂરની ઝલકથી શરૂ થયેલ ટ્રેલરમાં મહાબલી અને સર્વશક્તિમાન શસ્ત્રની શોધની વાર્તા બતાવવામાં આવી છે.લવ, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરેલી આ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર શસ્ત્રોના દેવતા’ની શક્તિઓને સાકાર કરવાનો પ્રયાસ કરે છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત આ ફિલ્મના ટ્રેલરમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અને જાણીતી અભિનેત્રી મૌની રોયની પણ ઝલક છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર’ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પાત્રો વચ્ચેના પ્રેમથી લઈને બ્રહ્માસ્ત્ર માટેના યુદ્ધ સુધીની વાર્તા બતાવશે.
ટ્રેલર જોવા અહીં ક્લિક કરો