
અમદાવાદના મ્યુનિ.ના સિવિક સેન્ટરો, પોસ્ટ ઓફિસ સહિત 200થી વધુ સ્થળોએ તિરંગાનું વેચાણ થશે
અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઊજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોમવારથી સવારે 9થી સાંજે 5 સુધી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો, સિવિક સેન્ટરો, તેમજ વોર્ડ ઓફિસ વગેરે જગ્યાએ રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને પ્રભારી દ્વારા મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી તમામ ઝોનમાં રાષ્ટ્રધ્વજ વિતરણની શરુઆત કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિ,કોર્પરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક નાગરિકોને એલ્યુમીનીયમ / વુડન સ્ટીક સાથેના રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી શકે તે માટે ઝોનમાંથી વોર્ડ લેવલે જરુરીયાત મુજબના કાઉન્ટર ઊભા કરીને વેચાણ / વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોમવારથી રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે. દરેક ઘર સુધી તિરંગા પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. તમામ શહેરીજનો સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન “હર ઘર તિરગા” અભિયાનમાં ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી બને એવી અપીલ કરવામાં આવે છે. વધુમાં જો કોઈ સંસ્થા કે રાષ્ટ્રપ્રેમીઓને જથ્થામાં રાષ્ટ્રધ્વજની જરૂરિયાત હોય તો તેઓ આસીસ્ટન્ટ સીટી ઈજનેર (સેન્ટ્રલ સ્ટોર્સ) તથા સેન્ટ્રલ સ્ટોર્સ સુપ્રીટેન્ડન્ટનો સંપર્ક કરી મેળવી શકશે. શહેરના તમામા વિસ્તારોમાં નાગરિકોને રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી રહે એવું આયોજન કર્યુ છે. સિવિક સેન્ટરો અને અર્બન હેલ્થ સેન્ટરો પર પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમામ જગ્યાએ રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને પ્રભારી દ્વારા મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી તમામ ઝોનમાં રાષ્ટ્રધ્વજ વિતરણની શરુઆત કરવામાં આવી હતી.