1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં રિલાયન્સની રિફાઈનરી સંકુલમાં બન્યું વિશ્વનું સૌથી મોટું વનતારા એનિમલ કેર સેન્ટર
જામનગરમાં રિલાયન્સની રિફાઈનરી સંકુલમાં બન્યું વિશ્વનું સૌથી મોટું વનતારા એનિમલ કેર સેન્ટર

જામનગરમાં રિલાયન્સની રિફાઈનરી સંકુલમાં બન્યું વિશ્વનું સૌથી મોટું વનતારા એનિમલ કેર સેન્ટર

0
Social Share

જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા  ઈજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ઊભા કરાયેલા વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે.

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યૂ સેન્ટર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ) પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવશે.વનતારાનું લક્ષ્ય એનિમલ કેર અને વેલ્ફેરના એક્સપર્ટ્સ સાથે કામ કરીને વૈશ્વિક સ્તરે થતા પ્રાણી સંરક્ષણમાં યોગદાન આપવાનું છે. વનતારાએ બચાવાયેલા પ્રાણીઓને પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પડે તે માટે 3000 એકર જમીન પર જંગલ ઉભું કર્યું છે.

વનતારાનો મૂળ વિચાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા અનંત અંબાણી દ્વારા રોપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનંત અંબાણી રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રિન્યૂએબલ એનર્જીના બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં, 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની સફરનું નેતૃત્વ કરે છે. વનતારા અત્યાધુનિક હેલ્થકેર, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પ્રોગ્રામ હેઠળ 200થી વધુ હાથી અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરિટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code