ગુજરાતી

આ સોનાના હીરા જડીત માસ્કની કિંમત સાંભળીને તમારા ઉડી જશે હોઁશ – કરોડોની કિમંતનું આ માસ્ક વિશ્વનું સૌથી મોંધુ માસ્ક

  • વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક ઈઝરાયલમાં
  • માસ્કની કિંમત અંદાજે 11 કરોડ
  • સફેદ અને કાળા રંગના હિરાથી બનાવવામાં આવ્યું છે આ માસ્ક
  • 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની મહામારી ચાલી રહી છે, કોરોના કાળમાં માસ્ક એ બાજી મારી છે, જે માસ્કનો એક સમયમાં માત્ર મેડિકલ સાથે સંકળાયેલા લોકો જ ઉપયોગ કરતા હતા તે માસ્ક હવે ઘરે-ઘરે વિશ્વભરના લોકો ઉપયોગ કરી રહ્યા છે,કોરોનાનું રક્ષણ કવચ બનીને માસ્ક ઊભરી આવ્યું છે, આ સાથે જ હવે માસ્ક ન પહેરવા પર સરકાર દ્વારા દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે.

હાલ માર્કેટમાં માત્ર 10 રુપિયાની નજેવી કિંમતથી માંડીને હજારો,લાખો અને કરોડો રુપિયાના માસ્ક જોવા મળે છે, પણ વિશ્વના સૌથી મોંઘા સામ્કની કિમંત સાંભળીને ચોક્કસ તમને નવાઈ લાગશે. વિશ્વના સૌથી મોંઘા માસ્કની કિંમત કરોડો રુપિયા છે, આ માસ્ક વિશ્વનું સૌથી મોઘું માસ્ક છે જે 11 કરોડ રુપિયાનું છે.આ માસ્ક ઈઝરાયલની એક જ્વેલર કપંની દ્વારા  તેના ગ્રાહકની માંગ મુજબ બનાવવામાં આવી રહ્યું છે,જે વિશ્વનું સૌથી મોઘું માસ્ક સાબિત થશે.

માસ્કની કિમંત શા માટે કરોડો રુપિયા

11 કરોડ જેવી કિંમત સાંભળીને કોઈને પણ નવાઈ લાગે જ, આ માસ્કની કિંમત એટલા માટે કરોડો રુપિયા છે કારણ કે ,આ માસ્ક આખે આખુ સોના અને હીરાથી જડીત છે, મોંઘા ભાવના અસલી હિરા તેમાં ટાંકવામાં આવ્યા છે, આ માસ્ક 1.5 મિલિયન ડોલર અટલે કે અંદાજે 11 કરોડ રુપિયાનું છે

આ માસ્કને ડિઝાઈન કરનાર અને જ્વેલર કંપનીના માલિક અવા આઈજૈક લેવીનું કહેવું છે કે, આ 18  કેરેટ સોનાના માસ્કને 3600 નંગ સફેદ તેમજ કાળા કલરના હિરાથી સજાવવામાં આવ્યું છે, જે ખરીદી કરનારના કહેવા પ્રાણે ટોપ રેટેડ એન 99 ફિલ્ટરની સુવિધાથી  પણ સજ્જ કરવામાં આવશે.

કોણ ખરીદી રહ્યું છે 11 કરોડનું મોંઘુ માસ્ક

આ જ્વેલર કંપનીના માલિક લેવીએ કહ્યું કે,આ માસ્ક ખરીદનારની બે માંગ હતી,પહેલી માંગ એ હતી કે, આ માસ્ક વર્ષના અંત સુધી બની જવું જોઈએ અને બીજુ એ કે જે માસ્ક બનાવવા આપ્યું છે તે માસ્ક વિશ્વનું સોથી મોંઘુ માસ્ક હોવું જોઈએ.જ્વેલર માલિકના કહેવા પ્રમાણે બીજી શરતને પુરી કરવી તદ્દન સરળ હતી.

જો કે આ માસ્ક કોણ ખરીદી રહ્યું છે તે વાતને લઈને કોઈ પણ પ્રકારનો કંપનીના માલિક દ્વારા ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ તેમણે એટલું ચોક્કસ જણઆવ્યું છે કે ,આ માસ્ક ખરીદનાર અમેરીકાનો રહેવાસી અને ચીની વેપારી છે ,યરુશલમ પાસે આવેલા જ્વેલરના કારખાનામાં તેમણે આ માસ્કના કેટલાક ટૂકડાઓ બતાવ્યા હતા જેના સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પણ જોવા મળઈ રહ્યા છે, જે માસલ્ક બતાવવામાં આવ્યું છે તે સોના અને હિરાથી સજ્જ છે.આ કંપનીના માલિકે કહ્યું કે, માણસ પૈસાથી ગમે તે ખરીદી શકે છે,તેમણે કહ્યું કે આ માસ્ક લેનાર આ પહેરીને ખુશ થશે.

સાહીન-

Related posts
BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક બજારમાં આજે…
Regionalગુજરાતી

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ…
Nationalગુજરાતી

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક…

Leave a Reply