આંતરધાર્મિક કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહે તો કોઈ ગુનો નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ
લખનૌ, 30 માર્ચ 2026: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 14, 15 અને 21 હેઠલ આંતરધાર્મિક કપલ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવુ કોઈ ગુનો નોંધી. હાઈકોર્ટે આંતરધાર્મિક લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક કપલ દ્વારા સુરક્ષાની માંગ કરતી કરેલી અરજીની સુનાવણીમાં આ ટીપ્પણી કરી હતી.
હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, ભારતનું બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21 તથા વર્ષ 2021ના અધિનિયમને ધ્યાનમાં રાખીને એવુ ના કહી શકાય કે, આંતરધાર્મિક કપલનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવુ કોઈ અપરાધ છે.
કોર્ટે કહ્યું હતું કે, જો અરજદારોએ કોઈ ગુનો નથી કર્યો તો કોર્ટને એવુ કોઈ કારણ જોવા મળતુ નથી કે, તેમને સુરક્ષા આપવાની માંગણીને કેમ સ્વિકારવામાં આવે. ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રાપ્ત સંવૈધાનિક મૌલિક અધિકારનો દર્જો ઉંચો છે. કોર્ટે અરજી કરનાર આંતરધાર્મિક કપલની અરજી સ્વિકારીને નિર્દેશ કર્યો કે, કોઈ વ્યક્તિ અરજદારની ઈચ્છા વિરુદ્ધ, કોઈ કપટપૂર્ણ રીતે, દબાણ, લાલચ સહિતના માધ્યમથી તેમના ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવે તો અરજદાર આ અંગે રિપોર્ટ અથવા પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે.


