1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવશે, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે
ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવશે, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવશે, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

0
Social Share

અમદાવાદઃ કારતક મહિનાનો પ્રારંભ સપ્તાહ વિતિ ગયું છે છતા હજુ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બપોરે ગરમી અને પરોઢે થાડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે શનિવારથી ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાશે.  હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આગામી તા. 5 થી 8 નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને હવામાનમાં પલટો આવશે અને ઠંડીમાં ધીરે ધીરે વધારો થશે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી કાશ્મીર ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું જોર વધવાની શક્યતા છે. રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી ગગડશે. જેના કારણે પરોઢીયે ઠંડકનો અહેસાસ થશે. આ ઉપરાંત મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમી પડી રહી છે. જો કે, ધીમે ધીમે ગરમી ઘટવાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં મોસમ પરિવર્તન થવાની શક્યતા છે. લગભગ નવેમ્બરના પહેલાં સપ્તાહથી જ બીજા સપ્તાહ વચ્ચે 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ઠંડીની શક્યતા રહેશે. મહતમ અને લઘુતમ તાપમાન ઘટશે. રાજસ્થાનના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. ઉત્તરીય પર્વતીય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તેમજ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સર્જાશે. 18 અને 19 નવેમ્બરના ચક્રવાતની સંભાવના સંખ્યામાં વધારો થશે. આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો તોફાની રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code