1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. આ 4 ઝટપટ રેસિપીઝ લંચબોક્સને બનાવશે હેલ્ધી અને ટેસ્ટી
આ 4 ઝટપટ રેસિપીઝ લંચબોક્સને બનાવશે હેલ્ધી અને ટેસ્ટી

આ 4 ઝટપટ રેસિપીઝ લંચબોક્સને બનાવશે હેલ્ધી અને ટેસ્ટી

0
Social Share

સવારના સમયે ઓફિસ જવાની ઉતાવળમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે ટિફિનમાં એવું શું બનાવવું જે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય. રોજબરોજની એ જ જૂની વાનગીઓથી કંટાળ્યા હોવ, તો આ કેટલાક હેલ્ધી અને સરળ રેસિપી આઈડિયાઝ તમારા લંચબોક્સ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

  • વેજ પુલાવ અને રાયતું

જો તમારી પાસે થોડો સમય હોય તો વેજ પુલાવ એક ઉત્તમ વિકલ્પ છે. બાસમતી ચોખાને 20 મિનિટ પલાળી રાખો. કડાઈમાં ઘી કે તેલ ગરમ કરી જીરું, તેજપત્તા અને ગરમ મસાલાનો વઘાર કરો. તેમાં તમારી મનપસંદ શાકભાજી સાંતળી પલાળેલા ચોખા ઉમેરો. જરૂરી પાણી અને મીઠું નાખીને ધીમા તાપે ચઢવા દો. આ ઉપરાંત દહીંમાં મીઠું, શેકેલું જીરું અને ઝીણી સમારેલી કાકડી કે ડુંગળી ઉમેરીને રાયતું તૈયાર કરો. આ કોમ્બિનેશન ટિફિન માટે બેસ્ટ છે.

  • અજમાના પરાઠા

સાદી રોટલીને બદલે અજમાના પરાઠા ટિફિનમાં લાંબો સમય નરમ રહે છે અને પાચનમાં પણ મદદરૂપ થાય છે. ઘઉંના લોટમાં મીઠું, અજમો અને થોડું મોણ (તેલ) નાખીને નરમ લોટ બાંધો. તેના પરોઠા વણીને તવા પર ઘી કે તેલ લગાવી બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. આ પરાઠા તમે અથાણાં, દહીં કે સૂકા શાક સાથે પેક કરી શકો છો.

  • રાજમા સલાડ

જે લોકો ડાયેટ પર છે અથવા હેલ્ધી ખાવા માંગે છે તેમના માટે રાજમા સલાડ શ્રેષ્ઠ છે. રાત્રે પલાળેલા રાજમાને સવારે બાફી લો. એક બાઉલમાં બાફેલા રાજમા લઈ તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, કાકડી અને લીલા ધાણા ઉમેરો. ઉપરથી લીંબુનો રસ, મીઠું, મરી પાવડર અને ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરો. આ સલાડ સ્વાદિષ્ટ હોવાની સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે.

  • મગની દાળનો તડકો

મગની દાળ હલકી અને પૌષ્ટિક હોય છે, જે ઓફિસ લંચ માટે એકદમ યોગ્ય છે. મગની દાળને ધોઈને હળદર-મીઠા સાથે બાફી લો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, લસણની કળીઓ, આખા લાલ મરચાં અને હિંગનો જોરદાર વઘાર કરો. આ વઘારને બાફેલી દાળમાં ઉમેરી એક ઉભરો આવવા દો. ઉપરથી લીલા ધાણા ભભરાવી તેને રોટલી કે ભાત સાથે પેક કરો.

આ સરળ વાનગીઓ દ્વારા તમે દરરોજ ટિફિનમાં નવો સ્વાદ માણી શકશો અને સવારની દોડધામમાં તમારો સમય પણ બચશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code