
- 50 રમતવીર મહિલાઓને વિકિપીડિયામાં સ્થાન અપાવ્યું
- પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને 12 સંસ્થાના સહયોગથીઆ કાર્ય કરવામાં આવ્યું
- મીડિયા ચેનલનું સરહાનિય કાર્ય
દિલ્હી – દેશની મહિલાઓ હવે અનેક સ્થાને પોતાનું નામ રોશન કરી રહી છે, ત્યારે રમત-ગમત ક્ષેત્રમાં પણ મહિલાઓ અગ્રણી બની રહી છે,ત્યારે હવે દેશની 50 રમતવીર મહિલા રમતવીરોની યોદીનો વિકિપીડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે,આ હેઠળ ભારતની 6 જેટલી ભાષામાં માહિતી પ્રાપ્ત કરાવવા માટે વિદ્યાર્થીઓની મદદ પ લેવામાં આવી રહી છે.
જો આ પહેલાની વાત કરીએ તો આ રમતવીર મહિલાઓની માહિતી આજથી પહેલા હતી પરંતુ સરળતાથી ઉપલબ્ધ નહોતી થતી તે સાથે સાથે કેટલાક લોકોને વિકિપીડિયામાં સ્થાન પણ નહોતું મળ્યું જો કે હવે આ મહિલાઓને આપણે સરળતાથી ગૂગલ પર સર્ચ કરી શકીશુંટ
આ તમામ મહિલાઓ એ છે કે જે રમત ગમતના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી ખેલાડીઓ છે, જેમણે આંતરરાષ્ટ્રીય મેડલ પણ મેળવ્યા છે. આ સાથે જ ટૉક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફિકેશન પ્રાપ્ત કર્યું છે.જો કે આટલી સિદ્ધીઓ હોવા છતા આ મહિલાઓ વિકિપીડિયામાં સ્થાન મળવા પાત્ર નહતું.
જાણીતી એક સમાચાર ચેનલ દ્રારા આ મહિનાઓ સાથે મુલાકાત કરીને સમગ્ર માહિતી એકત્રીત કરીને તેમના અંગે વિશેષ સંશોધન કરીને આ 50 મહિલા રમતવીરોની પ્રોફાઇલ અને તેમના સફર અંગે માહિતી એકઠી કરીને વિકિપીડિયામા એડ કરવાનું એક અનોખું કાર્ય પાર પાડ્યું છે..
આ મામલે પત્રકારત્વના 300થી વધુ વિદ્યાર્થીઓ મદદે આવ્યા છે આ સાથે જ 12 જેટલી સંસ્થાઓ પણ તેમની મદદ કરી છે, આ તમામના સહયોગથી વિકિપીડિયાને અપડેટ કરવામાં આવશે અને 50 ભારતીય મહિલા રમતવીરોની સંપૂકર્ણ માહિતી હિંદી, પંજાબી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિળ અને અંગ્રેજીમાં એડ કરવામાં આવશે.
સાહિન-