1. Home
  2. ગુજરાતી
  3. આ એપ્લિકેશન્સ છે તમારા પર્સનલ ડેટા માટે જોખમી, મોબાઈલમાં હોય તો કરો UNISTALL
આ એપ્લિકેશન્સ છે તમારા પર્સનલ ડેટા માટે જોખમી, મોબાઈલમાં હોય તો કરો UNISTALL

આ એપ્લિકેશન્સ છે તમારા પર્સનલ ડેટા માટે જોખમી, મોબાઈલમાં હોય તો કરો UNISTALL

0
Social Share
  • ડેટાને ચોરી થતો અટકાવો
  • આ એપ્લિકેશન્સને કરો ડીલીટ
  • તમારા મોબાઈલ ડેટા રહેશે સલામત

ડેટાને સ્ટોર કરવો હવે લોકો માટે આસાન થઈ ગયું છે, પણ ડેટાને ચોરી કરવા માટે અથવા બજારમાં વેચવો તે તેના કરતા પણ વધારે આસાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક લોકો જે તે એપ્લિકેશન બનાવતા હોય છે અને તે પછી એપ્લિકેશનમાં સ્ટોર થયેલો ડેટા ખોટી રીતે બજારમાં વેચતા હોય છે. તો હવે તમારે આ પ્રકારની ઘટનાઓથી બચવું હોય તો કેટલીક એપ્લિકેશનને ડીલીટ કરી દો.

ટીબોટ (TeaBot)એ એક એન્ડ્રોઇડ માલવેર છે જે Googleની અધિકૃત એપ માર્કેટથી ફેલાઈ રહ્યો છે. સામાન્ય રીતે, કંપની આવી ખતરનાક એપ્સની માહિતી મળતા જ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દે છે. પરંતુ આ એપને ઓળખવી મુશ્કેલ બની રહી છે. સુરક્ષા ફર્મ ક્લીફી (Cleafy)અહેવાલ આપે છે કે ટીબોટ ફરી આવી ગયો છે. આ વખતે આ ટ્રોજન QR કોડ અને બારકોડ સ્કેનર નામની મેલિશિયસ એપ દ્વારા ફેલાઈ રહ્યો છે. ક્લીફી રિસર્ચરે ગૂગલને આ એપ વિશે જાણકારી આપી છે. પરંતુ અત્યારે આ અંગે ગૂગલ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ જો આ એપ તમારા ફોનમાં છે, તો તેને તરત જ દૂર કરો.

ગૂગલ પ્લે સ્ટોર એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આ હોવા છતાં, ગૂગલ સુરક્ષાને બાયપાસ કરીને તમારા ડિવાઈસ પર કેટલાક માલવેર ઇન્સ્ટોલ થાય છે, જે બેંક ફ્રોડનું કારણ બને છે. ઉપરાંત, ફોનમાં હાજર તમારી અંગત માહિતી, પાસવર્ડની ચોરી કરે છે. આવા જ એક ટ્રોજનની ઓળખ કરવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code