1. Home
  2. ગુજરાતી
  3. કાળા રંગની દેખાતી આ ખાટ્ટી વસ્તુ આરોગ્યને કરે છે ઘણા ફાયદાઓ – જાણો કોકોમ શા માટે ખાવામાં આવે છે
કાળા રંગની દેખાતી આ ખાટ્ટી વસ્તુ આરોગ્યને કરે છે ઘણા ફાયદાઓ – જાણો કોકોમ શા માટે ખાવામાં આવે છે

કાળા રંગની દેખાતી આ ખાટ્ટી વસ્તુ આરોગ્યને કરે છે ઘણા ફાયદાઓ – જાણો કોકોમ શા માટે ખાવામાં આવે છે

0
Social Share

ખાટ્ટી વસ્તુઓ ખાવાથી ઘણા લોકો કહે છે કે હાથ પગ દુખે છે જો કે કેટલીક ખાટ્ટી વસ્તુઓ શરીરને ફાયદો પણ કરે છે ખાસ કરીને કોકોમ કે જેની ચટણી પણ બને છે અને તેને દાળમાં પમ નાખવામાં આવે છે આ કોકોમ ઘણી રીતે ફાયદા કારક છે.

કોકમની જો વાત કરીએ તો  તેમાં બળતરા વિરોધી અને એન્ટી ઓક્સિડેટીવ ગુણધર્મો છે. જે ત્વચા સંભાળમાં ખૂબ ઉપયોગી છે. આને નિયમિત પીવાથી તમારી ત્વચા નરમ, મુલાયમ અને ભરાવદાર બનશે અને સાથે સાથે તંદુરસ્ત ત્વચા માટે તેનું સેવન કરવું જોઈએ.

આ સહીત ડાયરીયા એ સ્થિતિ છે જ્યારે કોઈ વ્યક્તિ ને દિવસમાં 3-4 વાર પાતળા જાડા થાય છે તો આવી સ્થિતિમાં, કોકમ નું ફળ થોડી રાહત આપી શકે છે. ખરેખર, કોકમ ના ફળમાં ઝાડા-વિરોધી ગુણધર્મો છે, જેના કારણે તે ઝાડા ની સારવારમાં મદદ કરી શકે છે. આ સ્થિતિમાં, કોકમ ફળનો રસ ડાયરીયા થી પીડિત વ્યક્તિને આપી શકાય છે.

એન્ટી ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ તરીકે પણ કોકમ ફળ ખાઈ શકાય છે. કોકમ ફળમાં એન્ટી-ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. ઉંદર પર કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોકમ ફળમાં રહેલા એન્ટી ફંગલ પ્રોપર્ટી અલ્સરની અસર ને દૂર કરવામાં મદદ કરી શકે છે.

આ સહીત કોકોમનું સેવન કેન્સર, સંધિવા, હૃદયની સમસ્યાઓ અને ઘણા વધુ  ગંભીર જેવા રોગોના જોખમથી સુરક્ષિત રાખે છે. ટ્યુમરથી બચવા માટે કોકમના ફળનું સેવન ખુબ જ ઉપયોગી છે, કોકમમાં એન્ટી ટ્યુમર ગુણ હોય છે, જે ટ્યુમરના જોખમને ઘટાડે છે. તે ચામડી પર થનારા ટ્યુમરને મટાડે છે. આમ કોકમ ટ્યુમર મટાડવા માટે પણ ઉપયોગી છે.

જાણકારો પ્રમાણે કોકમમાં હાઇડ્રોક્સિલ-સાઇટ્રિક એસિડ હોય છે જે ચિંતા અને તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, આમ, તે તમને ખુશ રાખે છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code