આ દેશમાં છે વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર
જ્યારે પણ હિન્દુ અથવા હિન્દુ ધર્મની વાત કરવામાં આવે ત્યારે દરેક લોકોના મનમાં સૌથી પહેલો વિચાર આવે ભારત, આ દેશનો વિચાર બધાને સૌથી પહેલા આવે. કારણ કે અહિયા હજારોની સંખ્યામાં દેવી દેવતાઓના મંદિર છે અને મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. પણ તમને એ વાત વિશે નહીં ખબર હોય કે વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર ભારતમાં નથી પણ તે કંબોડિયામાં આવેલું છે.
જો એ મંદિર વિશે વધારે વાત કરવામાં આવે તો હજારો વર્ગ માઈલમાં ફેલાયેલ આ મંદિર 620 એકર અથવા 162.6 હેક્ટરમાં બનાવ્યું છે. આ મંદિર કંબોડિયાનું રાષ્ટ્રીય પ્રતીક પણ છે. આ ભવ્ય મંદિરમાં કુલ 6 શિખર છે. દીવાલો પર પણ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે.
આ ઉપરાંત કંબોડિયાના અંગકોરમાં આવેલ અંગકોરવોટ મંદિર. આ મંદિરને 12મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતીયએ બનાવ્યું હતું. યૂનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે. આ મંદિરના મધ્ય ભાગના શિખરની ઊંચાઈ લગભગ 150 ફુટ છે. તેની આસપાસ અન્ય 50 શિખર છે. અન્ય શિખરોની ઊંચાઈ થોડી ઓછી છે. આ શિખરોની ચારેતરફ સમાધિમાં લીન શિવની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરની વિશાળતા અને નિર્માણ કલા આશ્ચર્યજનક છે. તેની દીવાલોને પશુ, પક્ષી, પુષ્પ તથા નૃત્યાંગનાઓ જેવી વિવિધ આકૃતિઓથી અલંકૃત કરી છે.
12મી શતાબ્દીમાં રાજા સૂર્યવર્મન દ્વિતિયના અંગકોરવાટમાં ભગવાન વિષ્ણુનો એક વિશાળ મંદિર બનાવ્યું. ત્યારે આવા સમયે કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ સૂર્યવર્મન દ્વિતિયએ શરુ કર્યું હતું, પણ તેના નિર્માણને પુરુ કર્યું હતું. તેના ઉત્તરાધિકારી ભત્રીજા ધારણીન્દ્રવર્મને. આ મંદિરની રક્ષા એક ચતુર્દિક ખીણ કરતી હતી. જેની પહોળાઈ 700 ફુટ છે. દૂરથી આ ખીણ ઝરણા જેવી દેખાય છે.
એવું માનવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ બૌદ્ધ ધર્મના લોકોએ તેના પર કબ્જો કરી લીધો હતો. તો વળી નેશનલ જિયોગ્રાફિકે પણ અંગકોરવાટ મંદિરને કંબોડિયાનું સૌથી મહત્વપૂર્ણ મંદિર માનવામાં આવે છે.