
રશિયાના વિદેશમંત્રી સાથે પીએમ મોદીએ કરી મુલાકાત – પશ્વિમી દેશોને આપ્યો મિત્રતાનો સંદેશ
- રુસ વિદેશમંત્રી સાથે પીએમ મોદીની મુલાકાત
- અમેરિકાને આપ્યો ખાસ સંદેશ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના વિદેશમંત્રી સર્ગઈ લાવરોલ સાથે મુલાકાત કરી હચી અને પશ્વિમી દેશોને સ્પષ્ટ પણે સંદેશ આપ્યો હતો કે રશિયા ્ને ભારતની જૂની મિત્રતા બરકરાર છે, અને બદલતી પરિસ્થિતિ વચ્ચે અમારી મિત્રતા પર કોઈ આચં આવશે નહી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ સાથે લગભગ 40 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે છેલ્લા અઠવાડિયામાં લગભગ અડધો ડઝન દેશોના વિદેશ મંત્રીઓ અથવા વરિષ્ઠ અધિકારીઓ ભારતની મુલાકાતે આવ્યા છે. પરંતુ પીએમ તેમાંથી કોઈને મળ્યા ન હતા.
આ સાથે જ આ મુલાકાતના એક દિવસ અગાઉ બ્રિટનના વિદેશ મંત્રી આવ્યા હતા. આ પહેલા ચીન અને મેક્સિકોના વિદેશ મંત્રીઓ પણ ભારતની મુલાકાતે આવી ચુક્યા છે. અધિકારીઓમાં, યુએસ, જર્મની અને નેધરલેન્ડ અથવા તેના સમકક્ષના સુરક્ષા સલાહકારો ભારતની મુલાકાતે આવ્યા છે, પરંતુ વડા પ્રધાનને મળ્યા નથી.ત્યારે રશષિયાના વિદેશમંત્રી સાથએ પીએમમોદીની મુલાકાત ચર્ચાનો વિષય બન્યો છે.
રશિયાના વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન એક મહત્વની બાબત બની છે જેણે ભારતની વિચારસરણીને મજબૂત કરી છે કે તે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં કોઈપણ યોગદાન આપવા તૈયાર છે. એવું કહેવાય છે કે પીએમએ આ વાત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીતમાં કહી હતી અને આજે રશિયન વિદેશ મંત્રીની સામે ફરીથી તેનો પુનરોચ્ચાર કર્યો હતો.આ જોતા ભારતે સાબિત કરી બતાવ્યું છે કે તે પોતાની મિત્રતા માટે વફાદાર છે.
આ સાથે જ આ બેઠકના થોડા કલાકો પહેલા જ રશિયાના વિદેશ મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારત મધ્યસ્થી કરી શકે છે. તેથી, જો બંને પક્ષોના નિવેદનો જોવામાં આવે અને યુક્રેન પણ આ અંગે વધુ સહમત થાય તો ભારત આ વિવાદને સમાપ્ત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.