1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. દરેક ગાર્ડનમાં સરળતાથી જોવા મળતી આ વનસ્પતિ કોઈ દવાથી નથી કમ, જાણો તેના  સેવનથી થતા ફાયદા વિશે
દરેક ગાર્ડનમાં સરળતાથી જોવા મળતી આ વનસ્પતિ કોઈ દવાથી નથી કમ, જાણો તેના  સેવનથી થતા ફાયદા વિશે

દરેક ગાર્ડનમાં સરળતાથી જોવા મળતી આ વનસ્પતિ કોઈ દવાથી નથી કમ, જાણો તેના  સેવનથી થતા ફાયદા વિશે

0
Social Share

 

રોઝમેરી,જે ગ્રીન કલરના લાંબા પાતળા પાંદળા વાળી વનસ્પતિ છે,જે દરેક ગાર્ડનમાં જોવા મળે છે ગાર્ડનની શોભા વઘારવા તેના ઝાડ કામમા આવે છે તો સાથે જ તે અનેક ગુણોથી રસભર પણ છે. આ વનસ્પતિ તમે ક્યાક ગાર્ડનમાં જોઈ જ હશે પરંતુ કદાચ ખબર નહી હોય કે તેનું નામ રોઝમેરી છે,રોઝમેરીનું તેલ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

રોઝમેરીના પાંદડા તથા તેના તેલમા ઉપયોગ અને ફાયદા

રોઝમેરીનો ઉપયોગ સૂપ અને કઠોળ જેવી વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટેકરવામાં આવે છેતેનો સ્વાદ થોડો કડવો હોય છે, રોઝમેરીનો છોડ વંધ્યત્વપૂર્ણ હોય છે.રોઝમેરી આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે.રોઝમેરીનો ઉપયોગ વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં, પીડાથી રાહત મેળવવા અને બળતરા ઘટાડવામાં થાય છે.

રોઝમેરીના ઉપયોગથી સફેદ થતા વાળ એટકે છે, 6 ગ્રામ રોઝમેરી, અડધો ચમચી કોફી, 25 ગ્રામ ગૂસબેરી એક સાથે પીસીને દૂધમાં પલાળીને વાળ ઉપર લગાવીને 1 કલાક પછી વાળને ધોઈ લો, આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર આ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.

રોઝમેરીનાં લીલા પાંદડાઓનો પાણીમાં ઉકાળતા રહો જ્યા સુધી તેનું તેલ છૂટૂ ન પડે, ત્યાર બાદ તેને ઠંડુ કરો અને ગાળી લો , આ તેલનો ઉપયોગ સાંધાનો દુખાવો ,પીઠનો દુખાવો મટાડવા માટે થાય છે,

રોઝમેરીના ઉપયોગથી પાચન શક્તિ, પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી નાની સમસ્યાઓમાં રાહત મળે છેરોઝમેરી ઓઇલ સૂર્ય દ્વારા તમારી ચામડીને થયેલા નુકસાનની સારવારમાં મદદ કરે છે.

દુખાવો થાય ત્યા આ તેલથી 20 મિનિટ હળવા હાથે માલીસ કરવું ચોક્કસ રાહત મળશે.રોઝમેરીનું તેલ દુખાવો દૂર કરે છે. જેમ કે સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો અથવા સંધિવાથી પીડિત વ્યક્તિ રોઝમેરી તેલની દરરોજ માલિશ કરી શકે છે. તેના મસાજથી દુખાવો દૂર થાય છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code