
શાકભાક માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ ચહેરાની સુંદરતામાં પણ વધારો કરવા માટે ઉપયોગ છે. વિવિધ શાકભાજીના નિયમિત ઉપયોગથી ચહેરાની સુંદરતામાં વધારો થશે.
- ટામેટા
ટામેટાનો રસને લીંબુના રસ સાથે મિલાવીને ચહેરા ઉપર લગાવવાથી ખુલેલા રોમ છિદ્રોની સમસ્યા દૂર થશે. તૈલી ચહેરા હોય તો ટામેટાને અડધુ કાપીને ચહેરા ઉપર લગાવવું, થોડા સમય પછી પાણીથી ચહેરાને ધોઈ નાખવો, આવું કરવાથી ચહેરા ઉપરથી વધારે તૈલીયતા દૂર થશે.
- બટાટા
બટાટાની પાતળી સ્લાઈસ આંખો ઉપર રાખવાથી આંખોની થકાનથી રાહત મળશે. કાચા બટાટાનો રસ આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરે છે. બટાટાને પાણીમાં ઉકાળ્યા બાદ બચેલુ પાણી ફેંકવાને બદલે તેમાં કેટલોક સમય હાથ ડુબાડેલો રાખો, પછી ચોખ્ખા પામીથી ધોઈ નાખોય આપના હાથ સાફ અને મુલાયમ થઈ જશે.
- કાકડી
કાકડી નેચરલ ક્લીંજર છે. ઓઈલી સ્કીનવાળી વ્યક્તિઓ માટે ખુબ લાભદાયક છે. કાકડના રસમાં ચંદન પાવડર મીલાવીને મુક્સ કરી પેસ્ટ બનાવો પછી તેને ચહેરા ઉપર લહાવો, થોડા સમય બાદ તેને પાણીથી ધોઈ નાખો. આવુ નિયમિત કરવાથી ચહેરા ઉપર કરચોલીઓ ઓછી છઈ જશે. આ ઉપરાંત કાકડીના રલને ગુલાબજળ અને લીંબુના રસ સાથે મીલાવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાનો રંગ સાફ થાય છે.
- ફુદીનો
ફુદીના આપની દાંતની સમસ્યામાં રાહત આવે છે. ફુદીનાની પેસ્ટમાં ચંદનનો પાવડર, મુલ્તાની માટી મિલાવીને ચહેરા ઉપર લગાવવો જોઈએ, સુકાઈ બાદ તેને ધોઈ નાખવો જોઈએ. આવુ નિયમિત કરવાથી મોઢા ઉપર થતા ખીલની સમસ્યામાં રાહત મળશે.
- મૂળો
મૂળાની મદદથી મુરજાયેલા ચહેરા ઉપર જીવ આવશે. મૂળાના રકને માખણ સાથે મિલાવીને નિયમિત ચહેરા ઉપર લગાવવાથી કઠોરતા અને ફ્રીકલ્સ દૂર થાય છે. મૂળાના રસથી બ્લેકહેડસથી પણ છુટકારો મળે છે.
(PHOTOS: Social media)