1. Home
  2. revoinews
  3. દિલ્હીની 11 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
દિલ્હીની 11 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

દિલ્હીની 11 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

0
Social Share

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીમાં સ્કૂલોમાં બોમ્બની ધમકી આપવાની ઘટના ફરીથી સામે આવી છે. દિલ્હીની 11 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપતા નનામા ફોન મળતા ખળભળાટ મચી ગયો હતો. સંસદ હુમલામાં ફાંસીની સજા પામેલા આતંકવાદી અફજલ ગુરુના નામનો ઉલ્લેખ પણ ધમકીભર્યા ઈ-મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીની કુલ 9 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યા ફોન મળ્યાં હતા. જેથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સ્કૂલ સંકૂલમાં તપાસ કરવામાં આવી હતી. દક્ષિણી દિલ્હીની 3 સ્કૂલોને પણ ધમકી મળી હતી. સ્કૂલોમાં સવારે 8.30થી 9 કલાકની વચ્ચે ફોન આવ્યા હતા.

દિલ્હીની લોરેટો કોન્વેટ સ્કૂલ (દિલ્હી કેન્ટ), કેમ્બ્રિજ સ્કૂલ (શ્રી નિવાસનપુરી), વેંક્ટેશ્વર સ્કૂલ (રોહીણી), કેમ્બ્રિજ સ્કૂલ (એનએફસી), ધ ઈન્ડિયન સ્કૂલ (સાદિક નગર), સીએમ સ્કૂલ (રોહિણી),  ડીટીએ સ્કૂલ (આઈએનએ), બાલ ભારતી સ્કૂલ (રોહિણી), એરફોર્સ સ્કૂલ (લોદી રોડ), કેઆર મંગલમ અને ઈન્ડિયન સ્કૂલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ મોબાઈલ અને રિલ્સ અંગે સીએમ યોગીએ શું કહ્યું જાણો?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code