
રાજધાની દિલ્હીમાં 15મી ઓગસ્ટે ત્રણ પ્રકારના હુમલાની શંકાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
- દિલ્હીમાં સ્વતંત્રા દિવસને લઈને એલર્ટ
- ત્રણ પ્રકારની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક
- ટેકનોલોજીથઈ લઈ દરેક પ્રકારે નજર રખાશે
દિલ્હીઃ- રાજધાવની દિલ્હીમાં દર વર્ષે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ખાસ દિવસને લઈને સુરક્ષા વધારી દેવામાં આવે છે ત્યારે હવે આવતા મહીને ગોસ્ટમાં સ્વતંત્રતા દિવસને લઈને પણ સુરક્ષા એજન્સીો અલર્ટ જોવા મળી છે.
કારણ કે સ્વતંત્રતા દિવસના અવસર પર આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વખતે ત્રણ પ્રકારના ઈન્ટેલિજન્સ એલર્ટ મોડપર તૈનાત કરાયા છે, જેના આધારે સુરક્ષા એજન્સીઓ ખાસ નજર રાખી રહી છે.
સુરક્ષા એજન્સીઓને સ્વતંત્રતા દિવસને લઈને વિવિધ પ્રકારના સંભવિત ખતરાને લઈને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં ટેક્નોલોજીના ઉપયોગથી લઈને લોન્ચિંગ પેડ્સ અને આતંકીઓની ઘૂસણખોરી સામે આવી છે.
સુરક્ષા એજન્સીઓને હુમલા અંગે ગુપ્ત માહિતી મળી
જેમાં પ્રથમ ચેતવણી ડ્રોનથી હુમલો કરીને તબાહી સર્જવાની છે. ગુપ્તચર એલર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આતંકવાદીઓ આ માટે પીઓકેમાં ડ્રોનને નિશાન બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.જ્યારે આ બાબતે બીજી ચેતવણી એ છે કે આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપવા માટે અત્યાધુનિક આઈઈડીએસ નો ઉપયોગ કરીને મેટલ ડિટેક્ટરને ડોજ કરવા માંગે છે તો ત્રીજા એલર્ટમાં, આતંકવાદીઓના એક જૂથનો ઉલ્લેખ PoK માં કોટિલ નામના લોન્ચિંગ પેડથી કરવામાં આવ્યો છે જ્યારે બીજો એક PoK માં ડેટોટ નામના લોન્ચિંગ પેડથી દિલ્હી પહોંચવા માટે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.