
પંચમહાલમાં ટ્રકે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પંચમહાલના વેજલપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર પાસેથી ત્રણ યુવાનો બાઇક પર પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પૂરઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટેમાં લીધી હતી. જેમાં ત્રણેય યુવાનના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટ ગામના બે સગા ભાઇ સહિત એક જ પરિવારના 3 યુવાનોના અકસ્માતમાં મોત થયા હતા.
સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.વ 20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં.વ 27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો.