1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રના મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , 2 દિવસ માટે યલો એલર્ટ અપાયું
મહારાષ્ટ્રના મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , 2 દિવસ માટે યલો એલર્ટ અપાયું

મહારાષ્ટ્રના મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , 2 દિવસ માટે યલો એલર્ટ અપાયું

0
Social Share
  • મુંબઈમાં ભારે વરસાદનો કહેર
  • હવામન વિભાગે 2 દિવસ માટે યલો એલર્ટ આપ્યું

મુંબઈઃ- દેશભરમાં વાદળ છાયું વાતાવરણ આજે સવારથી જોવા મળી રહ્યું છે, તો દેશના ઘણા રાજ્યોના શહેરોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ છે તો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ આવનારા 24 કલકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મગહારાષ્ટ્રની જો વાત કરીએ તો મુંબઈમાં આજે વરસાદનું આગમન થયું છે એટલે એમ કહી શકાય કે મુંબઈમાં ચોમાસાનો આરંભ થઈ ચૂક્યો છે.

જો કે પહેલા હવામન વિભાગે ચોમાસું 27 સુધીમાં મુંબઈ પહોંચી શકે તેવી શક્યતાઓ દરાશઅવી હતી  આ વર્ષે મુંબઈમાં ચોમાસું મોડું પડયુ છે. સ્કાયમેટે હવે 27 જૂનથી આ મહિનાના અંત સુધી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે  મુંબઈમાં 26 થી 27 જાન્યુઆરી દરમિયાન વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી હતી કે 24 જૂને મુંબઈમાં ચોમાસું દસ્તક આપી શકે છે અને આ આગાહી આજરોજ સાચી પડી છે.આજરોજ શનિવારને વહેલી સવારથી જ મુંબઈમાં હળવોથી ભારે વસરાદ થઈ રહ્યો છે.

જો કે હવામાન વિભાગે આગામી 26 અને 27 જૂને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે,આ સહીત આગામી દિવસોમાં પણ હવામન વિભાગે મહારાષ્ટ્રના  અનેક રાયગઢ, થાણે અને પાલઘરમાં હળવાથી મધ્યમ વરસાદની  શક્યતાઓ દર્શાવી છે. સામાન્ય રીતે મુંબઈમાં 10 થી 11 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ શરૂ થાય છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું પહોંચ્યું છે.આજે શરુ થયેલા વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે અને સાથે જ લોકોમાં ખુશી છવાય છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન વાવાઝોડા બિપરજોને લઈને ચોમાસુ પાછું ખેંચાયું છે, જો કે હવે અનેક રાજ્યમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવનાઓ છે કેટલાક રાજ્યો હાલ વરસાદના કારણે કપરી પરિસ્થિતિનો સામનો પણ કરી રહ્યા છએ જેમાં આસામનો સમાવેશ થાય છે.ત્યારે આજથી મુંબઈવાસીઓ વરસાદની મજા લેતા જોવા મળશે.મુંબઈમાં ચોમાસું આજથી જામશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code