
- યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડને પીએમ મોદીની આપી ટીશર્ટ
- આ ટીશર્ટ પર લખ્યું છે – ‘THE FUTURE IS AI’
દિલ્હીઃ- પીેમ મોદી 4 દિવસના અમેરિકાના પ્રવાસે હતા આ દરમિયાન તેમણે અનેક બિઝનેસમેન અનેક નેતાઓ અને મંત્રી સાથે મુલાકાત કરી હતી, અહી તેમણે અનેક કાર્.ક્મમાંં હાજરી આપી પ્રવાસીઓ ભારતીયોને પણ સંબોધિત કર્યા લંચ અને ડિનરમાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કારાયું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડનને મહેમાન બનીને ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાસ ટિશર્ટ ગીફ્ટમાં આપી છે.
જાણકારી પ્રમાણે ભારતીય-અમેરિકન કંપનીઓના સીઈઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ નરેન્દ્ર મોદીને આ ખાસ ટી-શર્ટ ભેટમાં આપી હતી,મહત્વની વાત એ છે કે આ ટીશર્ટ પર એમ લખ્યું છે- ‘ધ ફ્યુચર ઈઝ AI’. આ સાથે તેની નીચે અંગ્રેજીમાં અમેરિકા અને ભારત લખેલું પણ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકી સંસદને સંબોધિત કરતી વખતે અમેરિકા અને ભારતનો ઉલ્લેખ AI તરીકે કર્યો અને કહ્યું કે એક AI અમેરિકા-ભારત પણ છે ત્યાર બાદ આ સંબોધનને લઈને ખાસ લખાણ વાળી ટી શ ર્ટ બાઈડને પીએમ મોદીને ગીફ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પીએમ મોદીએ પણ પ્રથમ રાજકીય યાત્રાના બીજા દિવસે વોશિંગ્ટન પહોંચ્યા છે. જ્યાં તેમની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે થઈ હતી ત્યાર બાદ મોદીએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા ઝિલ બાઈડન સાથે ખાસ ગિફ્ટની આપલે કરી હતી.
જેમાં ઝિલ બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 20મી સદીની શરુઆતની એક હસ્તનિર્મિત, પ્રાચીન અમેરિકી પુસ્તક ગૈલી ભેટ કરી હતી. રાષ્ટ્રપતિ બાઈડને પીએમ મોદીને એક વિન્ટેજ અમેરિકી કેમેરા પણ ગિફ્ટ કર્યો છે. આ સહીત ઝિલ બાઈડેને પીએમ મોદીને કલેક્ટેડ પોયમ્સ ઓફ રોબર્ટ ફ્રોસ્ટની હસ્તાક્ષરિત, પ્રથમ સંસ્કરણની કોપી ભેંટ આપી હતી.