રાજઘાનીમાં15 મી ઓગસ્ટને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – લાલ કિલ્લાથી લઈને રાજઘાટ સુધી કલમ 144 લાગુ
દિલ્હીઃ- 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ એલ ર્ટ મોડમાં આવી છે,રાજઘાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને અત્યારથી જ સુપક્ષા બંદોબસ્ત કડક રીતે ગોઠવાી ચૂક્યો છએ,દરેક એવી સંવેદનશીલ જગ્યોઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
મળતી વિગત પ્રમાણે 15 મી ઓગસ્ટને ધ્યાનમાં લેતા રાજધાની દિલ્હી સુરક્ષા છાવણીમાં ફેરવાઈ છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજઘાટ, આઈટીઓ અને લાલ કિલ્લા જેવા વિસ્તારોની આસપાસ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 લાગૂ કરી દીધીઆ સહીત આ વિસ્તારોમાં પ્રતિબંધી આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ભાગ અમેરિકી સાંસદના નેતાઓ પણ બની રહ્યા છે જેને જોતા ખાસ બંગદોબસ્ત કરાયો છે. અમેરિકી સાંસદોનું એક દ્વિપક્ષીય જૂથ ભારતની મુલાકાતે આવવાનું છે અને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે પીએમ મોદીના સંબોધનના સાક્ષી બનશે.
રાજઘાનીમાં સુરક્ષાને લઈને દિલ્હી પોલીસે ટ્વિટર પર કહ્યું છે કે , “સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, રાજઘાટ, આઈટીઓ, લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 144 લાગુ કરવામાં આવી છે.” આ વિસ્તારોમાં લોકોને એકઠા થવાની મંજૂરી નથી આ સહીત તેનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી પણ કરવામાં આવશે.


