
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પાઈને ભારત પર લગાવ્યો આરોપ, કહ્યું ભારતથી મળેલી હાર ભૂલ્યા નથી
- ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ભારત પર લગાવ્યા આરોપ
- કહ્યું ભારતથી મળેલી હાર ભૂલ્યા નથી
- ભારતે 2-1થી જીતી હતી ટેસ્ટ સીરીઝ
દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમએ ઓસ્ટ્રેલિયાને પોતાની ધરતી પર 2-1 હરાવીને જે રીતે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં ઈતિહાસ સર્જ્યો હતો તેને લઈને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પાઈને પ્રતિક્રિયા આપી છે. આ બાબતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહ્યું કે ભારતીય ટીમ દ્વારા પહેલા જણાવવામાં આવ્યું હતુ કે તેઓ બ્રિસબેનના ગાબા મેદાનમાં બાયો બબલના કારણે રમવાની ના પાડી રહી છે. આ વસ્તુના કારણે અમારુ ધ્યાન હટી ગયુ હતુ.”
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આગળ કહ્યું કે ભારતીય ટીમ એ વાતમાં ચાલાક છે અને જાણે છે કે વિરોધી ટીમનું ધ્યાન કેવી રીતે ભટકાવવામાં આવે, અને અમે તેમાં ફસાઈ ગયા.
ભારતીય ટીમે આ મેદાન પર 3 વિકેટથી જીત મેળવી હતી અને ઓસ્ટ્રેલિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ સીરીઝમાં ભારતની ટીમના દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે બહાર થઈ ગયા હતા અને એવુ કહી શકાય કે ભારત-સી ટીમ ના હાથથી ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પાઈન પર કેપ્ટનશિપ છોડવાનું પણ દબાણ હતુ અને હવે તેમણે ભારતીય ક્રિકેટ ટીમ પર આ પ્રકારના આક્ષેપ કર્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની જ ધરતી પર વર્ષ 2019માં પણ ભારત સામે હારનો સામનો કર્યો છે અને તે વખતે ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટીમ પાઈન જ હતા.