1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ સૌથી વધુઃ એઈમ્સના ડાયરેકટરએ વ્યકત કરી ચિંતા
રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ સૌથી વધુઃ  એઈમ્સના ડાયરેકટરએ વ્યકત કરી ચિંતા

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ સૌથી વધુઃ એઈમ્સના ડાયરેકટરએ વ્યકત કરી ચિંતા

0
Social Share

રાજકોટઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે. એક પણ એવું શહેર કે ગામ નથી કે જ્યાં કોરોનાએ પગપેસારો કર્યો ના હોય. હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એના ભાગ રૂપે વેક્સીનેશનની પ્રકિયા તેજ કરી છે.આ સાથે રુપાણી સરકાર દ્વારા 36 શહેરોમાં મીની લોકડાઉન આપવામાં આવ્યું છે.જેમાં રાજકોટનો પણ સમાવેશ છે. હાલ મીની લોકડાઉનના કારણે રાજકોટમાં હવે કોરોનાના કેસમા ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે પરંતુ આજે ઓલ ઈન્ડિયા મેડીકલ ઈન્સ્ટીટયૂટ, આરોગ્ય વિભાગ સાથે રાજકોટ સિવિલના અધિક્ષકની હાઈ લેવલ વચ્ર્યુઅલ મિટીંગમાં ઘટસ્ફોટ થયો છે કે આખા ગુજરાતમાં રાજકોટમાં મ્યૂકર માયકોસીસના કેસ સૌથી વધું છે.એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ પણ રાજકોટમાં વધી રહેલા કેસ બાબતે ચિંતા દર્શાવી છે.

રાજકોટ સિવીલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદીએ કહ્યું કે, સિવીલમા રાજકોટ ખાતે ૨૦૦થી વધું દર્દી નોંધાઈ ચૂકયા છે, જે અમદાવાદ, વડોદરા, સુરત કરતા વધું છે, દર્દીઓની વધતી સંખ્યાને જોતા સિવીલમા ૫૦૦ બેડની વ્યવસ્થા કરવા પોસ્ટ કોવિડ દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં યારે ત્યાના દર્દીઓને સમરસમાં ખસેડવાનું વિચારવામા આવ્યું છે.

મ્યૂકર માયકોસીસના રોગમા દર્દીઓને દોઢ મહિનો હોસ્પિટલમાં રાખવા પડે છે. આ માટે અમે ટ્રોમા અને ઓપીડી બિલ્ડિંગ તેના માટે અનામત રાખવા પડશે. અહી પૂરા સૌરાષ્ટ્ર્ર ઉપરાંત વડોદરા, અમદાવાદથી પણ દર્દીઓ આવે છે.મ્યૂકર માયકોસીસ માટે સ્ટીરોઈડ અને ડાયાબિટીસ મુખ્ય કારણ હોવાનું તારણ મિટીંગમા દર્શાવ્યું હતું.

એમ્સના ડો. ગુલેરીયાએ રાજકોટમા વધતા કેસ અંગે ચિંતા દર્શાવવાની સાથે સિવિલ સર્જનને તેમણે અત્યાર સુધી લીધેલા પગલા બદલ આગામી સમયમાં રોલ મોડલ બનવા જણાવ્યું હતું. રાજકોટમાં કોરોનાના દર્દીઓ રેમડેસીવીર માટે રઝળતા હતા એવી જ સ્થિતિ હવે મ્યૂકરના ઈન્જેકશન માટે થઈ રહી છે. દવાની દુકાનોમા આ ઈન્જેકશન મળતા નથી.

વિડીયો કોન્ફરન્સ રાત્રીના 9 થી 11 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં એઈમ્સના નિષ્ણાતં તબિબો, આઈસીએમઆરના ચેરમેન ડો. પાંડા, સિનિયર ડોકટર પોલ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી તેમજ ગુજરાતના નામાંકિત તબિબો જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code