
- અમેરિકાના લોકોને માસ્કથી મળી શકે છે રાહત
- 60 ટકા લોકોનું થયુ વેક્સિનેશન
- અમેરિકામાં વેક્સિનશન પ્રક્રિયા તેજ
દિલ્લી: કોરોનાના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં નોધવામાં આવ્યા છે. ત્યાં એક્ટિવ કેસ ભારત કરતા પણ લગભગ 2 ગણા વધારે છે. આવામાં અમેરિકા દ્વારા એવુ એલાન કરવામાં આવ્યું છે જે અમેરિકાની મુસીબત વધારશે કે મુસીબત ઓછી કરશે તેના વિશે અંદાજ લગાવવું મુશ્કેલી પડી રહ્યું છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે તેજ કરી દેવામાં આવી છે. અને તેના કારણે અમેરિકામાં 60 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ કારણોસર વેક્સિન લેનારા લોકો હવે વધારે સામાન્ય રીતે જીવન જીવી શકશે.
વર્ષ 2020માં અમેરિકામાં કોરોનાવાયરસની અસર દુનિયા માટે સૌથી મોટો વિષય અને ચર્ચાનો વિષય બની હતી અને હવે અમેરિકા વેક્સિન લેનારા વ્યક્તિઓ માટે માસ્કથી મુક્તિની જાહેરાત કરી રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે થોડા સમય પહેલા સીડીસી દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે જે લોકો વેક્સિન મળી છે તેઓ માસ્ક લગાવશે નહીં તો પણ ચાલશે.
અમેરિકામાં યુદ્ધના સ્તર પર વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ત્યાં નોંધપાત્ર રીતે સુધારો જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર અમેરિકાની સરકાર દ્વારા 114 દિવસમાં 25 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં અમેરિકામાં વેક્સિનેશનનો આંકડો 5.5 ટકા હતો અને જે વધીને હવે 60 ટકા પર આવી ગયો છે.
હજુ પણ અમેરિકામાં એવો વર્ગ છે જેમને વેક્સિન આપવામાં આવી નથી અને તેમના માટે માસ્ક પહેરવુ જરૂરી રહેશે. અમેરિકાના મીડિયા રિપોર્ટ અનુસાર દેશના 50માંથી 49 રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ ઓછા આવી રહ્યા છે અને મોતના આંકડાઓમાં 80 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.