1. Home
  2. ગુજરાતી
  3. પોતાના ગ્લેમરસ અંદાજ અને વીડિયો વિવાદથી હંમેશા ચર્ચામાં રહેનાર એક્ટ્રેસ રાધિકા આપ્ટેનો 36મો જન્મદિવસ- જાણો તેના વિશે કેટલીક વાતો
પોતાના ગ્લેમરસ અંદાજ અને વીડિયો વિવાદથી હંમેશા ચર્ચામાં રહેનાર એક્ટ્રેસ રાધિકા આપ્ટેનો 36મો જન્મદિવસ- જાણો તેના વિશે કેટલીક વાતો

પોતાના ગ્લેમરસ અંદાજ અને વીડિયો વિવાદથી હંમેશા ચર્ચામાં રહેનાર એક્ટ્રેસ રાધિકા આપ્ટેનો 36મો જન્મદિવસ- જાણો તેના વિશે કેટલીક વાતો

0
Social Share
  1. અભિનેત્રી રાધિકા આપ્ટેનો આજે 36મો જન્મદિવસ
  2. પોતાના ગ્લેમરસ અંદાજને લઈને રહે છે ચર્ચામાં

મુંબઈઃ- પોતાના ગ્લેમરસ અંદાજને લઈને બોલિવૂડમાં ખાસ જાણીતી બનેલી રાધિકા  આપ્ટે  તેના પર્સનલ વીડિયોને લઈને ઘણી વખત ચર્ચાનો વિષય બની છે, એક્ટ્રેસ રાધિકા આપ્ટે આજે તેના 36મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે. દર્શકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી રાધિકા તેની અદાને લઈને પણ જાણીતી  છે, બોલિવૂડમાં તેની ઓળખ કોઈના નામની મોહતાઝ નથી. અભિનેત્રી એ ‘પાર્ચ્ડ’, ‘માંઝી- ધ માઉન્ટેન મેન’, ‘પેડમેન’, ‘ધ લસ્ટ સ્ટોરીઝ’, અને ‘રાત અકેલી હૈ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.આ સહીત તેણે રક્ત ચરિત્ર, રક્ત ચરિત્ર 2, શોર ઇન ધ સિટી,  બદલાપુર અને હન્ટર જેવી ફિલ્મો પણ કરી છે.

રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર વર્ષ 1985મા થયો હતો,રાધિકાને પહેલી વાર વર્ષ 2005 માં ફિલ્મ વાહ લાઇફ હો તો એસીમાં નાનકડી ભૂમિકા મળી હતી. આ પછી, તેને શોર ઇન ધ સિટી, રક્ત ચરિત્ર અને રક્ત ચરિત્ર -2, ધ વેઇટિંગ રૂમ અને આઈ એમ ફિલ્મોમાં બોલિવૂડમાં ઓળખ મળી. આ પછી રાધિકાએ હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, બંગાળી સહિત ઘણી ભાષાઓમાં ફિલ્મો કરવાનું શરૂ કર્યું.

અભિનેતાને થપ્પડ મારીને આવી હતી વિવાદમાં

જ્યારે રાધિકાએ તમિલ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની સાથે એક ઘટના બની .વાત જાણે એમ છે કે  એક દિવસ શૂટિંગ દરમિયાન દક્ષિણના જાણીતા અભિનેતા તેમની પાસે આવ્યા અને અચાનક તેમના પગમાં ગૂદગૂદી કરવા લાગ્યા. રાધિકાને અભિનેતા પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે અભિનેતાના ગાલ પર થપ્પડ મારી દીધી. રાધિકાએ એક ટોક શોમાં કહ્યું હતું કે તે પહેલા તે અભિનેતાને ક્યારેય મળી નથી અને તેને ઓળખતી પણ નથી. તે આવું કૃત્ય સહન કરી શકતી ન હતી અને તેણે તેને બધાની સામે થપ્પડ મારી હતી.

રાધિકાએ ખાનગીમાં કર્યા હતા લગ્ન

રાધિકા આપ્ટે નાં ન્યૂડ વીડિયો લીક થવાની ઘટનાએક વખત નહી પરંતુ વારંવાર બની  છે. વર્ષ 2017માં ફિલ્મ ‘ક્લીન શેવ’ દરમિયાન તેનો એક વીડિયો પણ સામે આવ્યો જેને લઈને તે સતત વિવાદના વંટોળમાં ધેરાઈ હકતી. આ વીડિયો અંગે રાધિકાએ દાવો કર્યો હતો કે, આ વીડિયોમાં તેના જેવી કોઈ છે તે નથી.તાજેતરમાં  ‘ગ્રાજિયા’ મેગેઝીનને આપેલાં ઇન્ટરવ્યું દરમિયાન તેણે આ બાબત પર પોતાનું નિવેદન સાફ આપ્યું હતું

રાધિકા આપ્ટેએ વર્ષ 2012માં દરેકથી સંતાઈને  વિદેશી મ્યૂઝિશિયન બેનેડિક્ટ ટેલર  સાથે લગ્ન કરી લીધા હતાં. આ વાતનો ખુલાસો આપ્ટેએ વર્ષ 2013માં કર્યો હતો. તે બંને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં જોવા મળે છે. રાધિકાનાં લગ્ન બાદ પણ વધુમાં વધુ સમય તે ભારતમાં રહે છે. આ અંગે પણ તે ટ્રોલ્સ થતી રહેતી હોય છે.

રાધિકા આપ્ટેએ અહલ્યા અને બદલાપુરમાં બોલ્ડ દ્રશ્યો આપ્યા, ત્યારબાદ તેને પુખ્ત ફિલ્મો કરવાની ઓફર મળવા લાગી. વારંવાર આવા કોલ્સના કારણે રાધિકાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આવી ઓફથી તે ખૂબ જ પરેશાન થતી હતી.રાધિકા આપ્ટેએ ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. પેડમેન, અંધાધૂન, બદલાપુર, સેક્રેડ ગેમ્સ, ગુલ જેવી વેબ સિરીઝ તથા ફિલ્મોમાં ઘણી પ્રશંસા મળી.  તચ્યાર બાદ તે વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ખાસ કરીને તેની બોલ્ડ તસવીરો અને દ્રશ્યોને કારણે તે ટ્રોલરના નિશાના પરજોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code