
ફિલ્મ “એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી”માં પ્રિયંકા તરીકે દર્શકોના દિલ જીતનારી દિશા પટણીનો આજે જન્મદિવસ, જાણો તેના વિશે કેટલીક અજાણી વાતો
- અભિનેત્રી દિશા પટણીનો આજે જન્મદિવસ
- 30 વર્ષની થઈ દિશા પટણી
- જાણો તેના વિશે કેટલીક અજાણી વાતો
મુંબઈ:દિશા પટણી બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે.અભિનેત્રી દર વર્ષે 13 જૂને તેનો જન્મદિવસ ઉજવે છે.તેણીએ તેની અભિનય કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.તે ‘એમએસ ધોની’માં સુશાંત સિંહ રાજપૂત સાથે અને ‘બાગી 2’માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળી છે.એટલું જ નહીં, અભિનેત્રી બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી પણ જોવા મળી છે.એક્ટિંગ સિવાય દિશા તેના બોલ્ડ લુક્સને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે.તો આજે તેના 30 માં જન્મદિવસ પર અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જે કદાચ તમે તેમના વિશે નહીં જાણતા હોવ.
દિશા પટણી 2013 માં મિસ ઈન્ડિયા ઈન્દોર સૌંદર્ય સ્પર્ધાની રનર અપ બની હતી.શરૂઆતમાં તેણીને ટાઇગર શ્રોફની સામે બાગી ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ આખરે, તે ભૂમિકા શ્રદ્ધા કપૂરને મળી.
દિશાનો ફેવરિટ એક્ટર રણબીર કપૂર છે.તે પ્રિયંકા ચોપડાને પણ પોતાનો રોલ મોડલ માને છે. તેની પ્રિય ફિલ્મ ‘બરફી’ છે.તેની કારકિર્દીની શરૂઆતમાં દિશાનો મનોરંજન ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાનો કોઈ ઇરાદો નહોતો.
દિશા પટણી ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતી. તેણે લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક પૂર્ણ કર્યું.તે તેની શાળાની હેડ ગર્લ પણ હતી.દિશા ઉત્તર પ્રદેશના બરેલીની છે.