1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ બોક્સ ઓફીસ પર કરી શાનદાર કમાણી – RRR અને પુષ્પાનો તોડ્યો રેકોર્ડ
કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ બોક્સ ઓફીસ પર કરી શાનદાર કમાણી –  RRR  અને પુષ્પાનો તોડ્યો રેકોર્ડ

કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ બોક્સ ઓફીસ પર કરી શાનદાર કમાણી – RRR અને પુષ્પાનો તોડ્યો રેકોર્ડ

0
Social Share
  • કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 એ  કરી કમાલ
  • બોક્સ ઓફીસ પર કરી શાનદાર કમાણી 
  •  RRR  અને પુષ્પાનો તોડ્યો રેકોર્ડ

મુંબઈઃ- 24 દિવસ પહેલા રિલીઝ થયેલી  કાર્તિક આર્યનની ફિલ્મ  બમ્પર કમાણી કરી  રહી છે  છે.રુહાન બાબાનો રોલ પ્લે કરીને દર્શકોના દીલ જીતવામાં કાર્તિક આર્યન સફળ સાબિત થયો છે. કિયારા અડવાણી ,સંજય મિશ્રા અને રાજપાલ યાજવે પણ સારી ભૂમિકા ભજવી છે, ભૂતીયો એહેસાસ અને કોમેડિથી ભરેલી આ ફિલ્મને જોવા દર્શકો રિલીઝના આટલા દિવસો બાદ પણ સિનેમાઘરોમાં આવી રહ્યા છે.ફિલ્મ રિલીઝના આટલા દિવસો બાદ પણ સિમેનાધરોમાં આ ફિલ્મને દર્શકો મળી રહ્યા છે.

હાલ પણ આ ફિલ્મ માસ સર્કિટમાં સારો દેખાવ કરી રહી છે.આ ફિલ્મે માત્ર  બીજા વીકએન્ડમાં 100 કરોડનો આંકડો પાર કર્યો હતો,જો કે હવે આ ફિલ્મ અનેક રેકો્ડ તોડી રહી છે.ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ તેની રિલીઝના ચોથા રવિવારે 10 દિવસ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં, ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એ રવિવારે વધુ એક  રેકોર્ડ બનાવ્યો છે

આ દિવસે ફિલ્મની કમાણી રિલીઝના એક જ દિવસે હિન્દીમાં રિલીઝ થયેલી દક્ષિણની બે સુપરહિટ ફિલ્મો ‘RRR’ અને ‘પુષ્પા પાર્ટ વન’ની કમાણી કરતાં વધુ છે. આટલું જ નહીં, ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ રિલીઝના 24માં દિવસે કમાણીના મામલામાં રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’ સિવાય સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ને પણ પાછળ છોડી દીધી છે.

જાણકારી પ્રમાણે વિતેલા દિવસે એટલે કે રિલીઝના ચોથા રવિવારે ફિલ્મે 3.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે શનિવારે પણ 3.01 કરોડ રૂપિયાનું યોગ્ય કલેક્શન કર્યું હતું. ફિલ્મનું ચોથા વીકએન્ડનું કલેક્શન 8.37 કરોડ રૂપિયા રહ્યું અને આ સાથે ફિલ્મનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન હવે 171.52 કરોડ રૂપિયા થઈ ગયું છે.જો ફિલ્મને હજી પણ દપ્શકો મળશે તો ફિલ્મ ચોક્કસ 200 કરોડનો આકંડો વટાવે તેવી શક્યકતાઓ સેવાઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code