આજે PM મોદી SCO બેઠકમાં ભાગ લેવા માટે રવાના થશે – રશિયન રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
- પીએમ મોદી આજે એસસીઓ બેઠકમાં ભાગ લેના માટે રવાના થશે
 - આજે સાંજે રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે વાતચીત
 
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એસસીઓ સમિટિને લઈને ચર્ચાઓ ચાલી રહી છે છેવટે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમરકંદ, તાશ્કંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 2022 માં ભાગ લેવા માટે રવાના થશે. તેઓ ત્યાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનના પીએમને પણ મળી શકે છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે રવાના થઈ જશે અને મોડી રાત્રે તેઓ સમરકંદ પહોંચે તેવી શક્યતા છે. PMની આ મુલાકાત વિશે વિગતવાર માહિતી આપવા માટે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા દ્વારા એક પ્રેસકોન્ફોરન્સ નું આયોજન કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી આયોજન કરવામાં આવશે.
આ સહીત આવતી કાલે 16 સપ્ટેમ્બરે આ બેઠકનો ખાસ દિવસ હશે જેમાં પહેલા નેતાઓનો ગ્રુપ ફોટો હશે. આ પહેલીવાર હશે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન, પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સહિત અન્ય નેતાઓ સાથે હશે. આ દરમિયાન, એવી આશા રાખવામાં આવે છે કે ઔપચારિક ફોટો પછી, નેતાઓ તેમના મર્યાદિત અધિકારીઓ સાથે પ્રતિબંધિત ફોર્મેટમાં બેઠક કરશે.
આ સહીત અનેક LCO સભ્ય દેશોના પ્રતિનિધિમંડળ અને નિરીક્ષકનો દરજ્જો ધરાવતા દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી ઔપચારિક ભાષણ પણ કરશે. આ બેઠક બાદ સમરકંદ બેઠકના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે. ત્યાર બાદ બેઠક ઔપચારિક ભોજન સાથે સમાપ્ત કરવામાં આવશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

