1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ માટે પહોંચ્યા દુબઈ- હોટલમાં ક્વોરોન્ટાઈન થયા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યા શેર
અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ માટે પહોંચ્યા દુબઈ- હોટલમાં ક્વોરોન્ટાઈન થયા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યા શેર

અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ માટે પહોંચ્યા દુબઈ- હોટલમાં ક્વોરોન્ટાઈન થયા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યા શેર

0
Social Share
  • અનુષ્કા શર્મા -વિરાટ દુબઇની હોટલમાં ક્ર્વોરોન્ટાઈન
  • વિટારે દૂરથી જ કર્યું હાય-હેલ્લો
  • ભારત-પાક ટી-20 મેચ માટે પહોંચ્યા દુબઈ

 

મુંબઈઃ-બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી વખત એક્ટિવ જોવા મળએ છે, તે તેના અને પતિ વિરાટને લઈને ઘણઈ અપડેટ્સ આપતી હોય છે, તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીની સાથે ભારત-પાકિસ્તાન ટી-20 વિશ્વ કપ મેચ માટે યૂએઈ પહોંચી છે,અનુષ્કાએ દુબઈની હોટલમાંથી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફોટ શેર કર્યા છે.આ એ હોટલ છે કે  જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમાનારી ટી -20 વર્લ્ડ કપ મેચ માટે રોકાઈ છે.

અનુષ્કા શર્માની આ પોસ્ટને તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે યૂઝર્સ તેના પર અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે. અનુષ્કાના ફોટોમાં વિરાટ કોહલી પણ જોવા મળી રહ્યા  છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા હાલમાં વિરાટ કોહલી  સાથે ક્વોરેન્ટાઇન પિરિયડમાં છે.

અનુષ્કાએ  ફોટો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે, વિરાટ દૂર ઊભા રહીને નીચે લોનમાંથી અનુષ્કાને ‘હાય’ કરી રહ્યા છે. આ ફોચટોઝ શેર કરતાં અનુષ્કા શર્માએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ બે કેપ્શનમાંથી ચૂઝ નથી કરી શકી- Quarantine makes the heart fonder & Love in the time of bubble life # ઓહ, તમે સમડી ગયા!’ અનુષ્કાએ આ પોસ્ટ શેર કર્યાને થોડા કલાકો જ વીતી ગયા છે અને આટલા ઓછા સમયમાં આ પોસ્ટને 19 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. રણવીર સિંહ, સાનિયા મિર્ઝા જેવા ઘણા સ્ટાર્સે અનુષ્કા શર્માની પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે 24 ઓક્ટોબરના રોજ ભારતની પાકિસ્તાન સાથે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ટી 20 વર્લ્ડ કપની મેચ છે. લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 2018 ની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. અનુષ્કા અને વિરાટની જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી છે, સોશિયલ મીડિયા પર બન્નેને લગતી કોઈ પણ અપડેટ હોય તો તે ગણતરીની પળોમાં  વાયરલ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code